સાવધાન! બેંગકોકમાં જોબ આપવાના બહાને મ્યાનમારમાં અમદાવાદના યુવકને ગોંધી રાખી ₹૩.૫૦ લાખ પડાવ્યા
થાઈલેન્ડ લઈ જઈ પાસપોર્ટ ઝૂંટવી મ્યાનમારના જંગલમાં સાયબર ફ્રોડની ટ્રેનિંગ આપી

અમદાવાદ: શહેરમાં ડિજિટલ હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં અમદાવાદના યુવકને નોકરીની લાલચ આપીને બેંગકોકમાં બોલાવ્યો હતો, અને ત્યાં યુવકનો પાસપોર્ટ લઈ લીધા બાદ તેને મ્યાનમાર લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને સાયબર ફ્રોડને લગતી ટ્રેનિંગ આપવામાં આવતી હતી. બાદમાં ભારત પરત ફરવા માટે યુવક પાસેથી 3.50 લાખ રૂપિયા માંગનારી ગેંગના આરોપી કિંજલ શાહને ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર અમદાવાદના યુવકને યુવકને સોશિયલ મિડીયા પર અભિષેકસિંગ નામના વ્યક્તિએ બેંગકોક થાઇલેન્ડમાં આઇટી કંપનીમાં સારા પગારની જોબ ઓફર કરી હતી. જેમાં કંપની રહેવા-જમવાની તેમજ ટિકિટની વ્યવસ્થા કરી આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આથી યુવકે હા પાડતા અભિષેકસિંગે તેમના વતી વડોદરામાં કામ કરતા અને વડોદરામાં વિઝા ઓફીસ ચલાવતા કિંજલ શાહ પાસેથી વિઝાની કામગીરી કરાવી હતી.
વડોદરામાં વિઝા ઓફિસ ચલાવતો કિંજલ શાહ અને અભિષેકસીંગના બન્ને સંપર્કમાં હતા. આરોપી કિંજલ લોકોને બેંગકોકમાં IT કંપનીમાં નોકરીની લાલચ આપતો હતો અને વર્ક પરમીટ અને વિઝા આપવા માટે અભિષેક સાથે વિડિઓ કોલ પર વાતચીત કરાવી હતી. આરોપીના સાગરિત અભિષેકસીંગે પોતે IT કંપનીના વર્કર છે તેવી ઓળખ આપી હતી તેમજ અન્ય ચાઇનીઝ લોકો સાથે મળી વીડિયો કોલ પર ઈન્ટરવ્યુ પણ લીધું હતું.
આરોપીએ ભોગબનનાર યુવકનો વિશ્વાસ જીતીને આરોપીઓ નોકરી કરવા ટુરિસ્ટ વિઝા પર બેંગકોક ખાતે બોલાવ્યો હતો, પરંતુ યુવક જ્યારે એરપોર્ટ પહોંચ્યો ત્યારે ત્યારે એક શખ્સને સેલ્ફી આપી પાસપોર્ટ આપી દેવા કહેવામાં આવ્યું હતું અને પાસપોર્ટ સોંપી દીધા બાદ યુવકને ગેરકાયદે રીતે થાઈલેન્ડની બોર્ડર પાર કરાવી મ્યાનમાર લઇ જવામાં આવ્યો હતો. આ માટે જંગલમાંથી ગાડીમાં તથા 15 20 કિમી ચાલતા અને બોટ દ્વારા નદી પાર કરાવી મ્યાનમાર લાવવમાં આવ્યો હતો.
યુવકને મ્યાનમાર લાવવમાં આવ્યા બાદ તેને ગોંદી રાખીને સાયબર ફ્રોડની ટ્રેનિંગ આપવામાં આવી હતી. યુવકને મ્યાનમારમાં ૩૩ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો અને ભારત પરત ફરવા માટે 3.50 લાખના એગ્રીમેન્ટ માંગ કરવામાં આવી હતી. આથી યુવકે તેના મામાને જાણ કરી હતી અને મામાએ જુદા જુદા એકાઉન્ટમાંથી upi પેમેન્ટ કરી રૂ. 3.5 લાખની ચુકવણી કરી હતી. ત્યારબાદ યુવકને પાસપોર્ટ આપવામાં આવ્યો હતો અને યુવક ભારત પરત ફર્યો હતો.
આપણ વાંચો: આસારામની હાલત ગંભીરઃ અમદાવાદ સિવિલમાં ચેક અપ માટે લવાયા