ઇન્ટરનેશનલ

મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાનનું નિધન

લિસ્બનઃ 20 વર્ષની ઉંમરે વિશ્વભરના લાખો શિયા મુસ્લિમોના આધ્યાત્મિક નેતા બનેલા કરીમ આગાખાનનું મંગળવાર 4 ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. તેમણે મુસ્લિમોને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે અનેક વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલ અને શાળાઓ બનાવવા જેવા પરોપકારી કાર્યો દ્વારા પણ એક અલગ ઓળખ બનાવી હતી. આગાખાન ફાઉન્ડેશન અને ઈસ્માઈલી ધાર્મિક સમુદાય જાહેરાત કરી હતી કે પ્રિન્સ કરીબ અલ હુસેની આગાખાન iv અને શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 49 માં વારસદાર ઇમામનું મંગળવારે પોર્ટુગલમાં અવસાન થયું છે.

તેમના ઉત્તરાધિકારી કોણઃ-
આગાખાન ફાઉન્ડેશને જણાવ્યું છે કે તેઓ વિલ બનાવીને ગયા છે. તેમના વસિયતનામામાં તેમના ઉત્તરાધિકારીનું નામ આપવામાં આવ્યું છે. તેમના ઉત્તરાધિકારીની જાહેરાત બાદમાં કરવામાં આવશે. વસિયતનામુ જાહેર કરતા પહેલા તેને લિસ્બનમાં તેમના પરિવાર અને ધાર્મિક નેતાઓની હાજરીમાં વાંચવામાં આવશે. ઇસ્માઇલી સમુદાયની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે તેમના ઉત્તરાધિકારીની પસંદગી તેમના પુરૂષ વંશજમાંથી જ કરવામાં આવશે. તેમણે ત્રણ દીકરા અને એક દીકરી છે.

મોહમ્મદ પયગંબરના વંશજ :-
આગા ખાન પરિવારને ઇસ્લામના પયગંબર મોહમ્મદના સીધા વંશજ હોવાનું માનવામાં આવે છે. 1957માં તેમના દાદાએ અચાનક તેમના પુત્ર અલી ખાનને બદલે કરીમ આગા ખાનને તેમના વારસદાર તરીકે નિમ્યા ત્યારે પ્રિન્સ કરીમ આગા ખાન માત્ર 20 વર્ષના હતા. એ સમયે તેઓ હાર્વર્ડ ગ્રેજ્યુએટ હતા. તેમના દાદા એવું માનતા હતા કે નેતૃત્વ એવા યુવાન વ્યક્તિને સોંપવું જોઇએ જે નવ યુગમાં મોટો થયો હોય. તેમની નિમણૂકના બે અઠવાડિયા બાદ જ રાણી એલિઝાબેથે તેમને ‘હિઝ હાઇનેસ’નું બિરૂદ આપ્યું હતું.

આ પણ વાંચો…Delhi assembly election: રાષ્ટ્રપતિ મુર્મુ અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું, આતિશી કાલકાજી મંદિર પહોંચ્યા

તેમના સમગ્ર નેતૃત્વ દરમિયાન તેમણે પરોપકાર, શિક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનું કાર્ય આફ્રિકા, દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં વંચિત સમુદાયોમાં આરોગ્ય સંભાN, શિક્ષણ અને આર્થિક વિકાસમાં સુધારો કરવા પર કેન્દ્રિત હતું. ઈસ્લામિક સંસ્કૃતિના મૂલ્યોના રક્ષક તરીકે તેમને મુસ્લિમ સમાજ અને પશ્ચિમ વચ્ચેના સેતુ તરીકે જોવામાં આવતા હતા. જો કે, તેઓ રાજકારણમાં જોડાવા માટે અનિચ્છા ધરાવતા હતા. તેઓ ઇસ્લામિક કલા અને સંસ્કૃતિના કટ્ટર સમર્થક હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button