અમેરિકાના હુમલા બાદ રશિયાએ કર્યો મોટો દાવો, અનેક દેશ ઇરાનને પરમાણુ હથિયાર આપવા તૈયાર | મુંબઈ સમાચાર

અમેરિકાના હુમલા બાદ રશિયાએ કર્યો મોટો દાવો, અનેક દેશ ઇરાનને પરમાણુ હથિયાર આપવા તૈયાર

મોસ્કો/તહેરાનઃ અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલા કરીને પશ્ચિમ એશિયામાં રાજકીય હલચલ વધારી છે. આ હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાતની જાહેરાત કરી છે. આ વચ્ચે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે દાવો કર્યો છે કે અનેક દેશ ઈરાનને પરમાણુ હથિયાર આપવા તૈયાર છે.

અમેરિકાના હવાઈ હુમલાનો વિવાદ

અમેરિકાએ શનિવારે મોડી રાતે B-2 બોમ્બર વડે ઈરાનના ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન સ્થિત પરમાણુ ઠેકાણાઓ પર હુમલા કર્યા. અમેરિકાનો દાવો છે કે આ ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ઈરાને કહ્યું કે નુકસાન નજીવું છે. આ હુમલાના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે મોસ્કોમાં પુતિન સાથે ચર્ચા કરશે. ઈસ્તાબુલમાં ઓઆઈસી શિખર સંમેલન દરમિયાન તેમણે આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું.

મેદવેદેવનો વિવાદાસ્પદ દાવો

રશિયાના સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ શાંતિના દાવા સાથે સત્તામાં આવ્યા હતા, પરંતુ તેઓ અમેરિકાને યુદ્ધ તરફ ધકેલી રહ્યા છે. મેદવેદેવે દાવો કર્યો કે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નજીવું નુકસાન થયું અને ઈરાન હવે ખુલ્લેઆમ પરમાણુ હથિયારોનું ઉત્પાદન ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે અનેક દેશ ઈરાનને હથિયાર આપવા તૈયાર છે, જોકે કયા દેશો તેનો ખુલાસો ન કર્યો.

ઈરાન-રશિયાના ગઠબંધનની શક્યતા

અરાઘચીએ ઈસ્તંબુલમાં કહ્યું કે રશિયા ઈરાનનો મિત્ર છે અને બંને દેશો હંમેશા એકબીજાને સાથે આપે છે. તેમણે પુતિન સાથેની બેઠકને મહત્વપૂર્ણ ગણાવી હતી. અમેરિકાના હુમલાઓએ ઈરાનને વૈશ્વિક મંચ પર અલગ-થલગ કર્યું હોય એવું લાગે છે, આ બેઠકનું પરિણામ વૈશ્વિક રાજકારણ પર મોટી અસર કરી શકે છે.

આ પણ વાંચો…અમેરિકાના હુમલા બાદ ઈરાનનો બદલો, ઈઝરાયેલ પર કર્યા આક્રમક મિસાઇલ હુમલા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button