140 તબીબોની અથાગ મહેનત બાદ અમેરિકામાં વિશ્વનું સૌપ્રથમ આંખનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું
મીડિયા એજન્સી રોયટર્સના એક રિપોર્ટ મુજબ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં વિશ્વનું સૌપ્રથમ આંખનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અત્યાર સુધી ફક્ત કોર્નિયા ટ્રાન્સપ્લાનટ થતું હતું, પરંતુ હવે આંખની સાથે જોડાયેલા તમામ ભાગ અને ડોનરના ચહેરાના ભાગને પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
જો કે દર્દીનો અંધાપો દૂર થયો છે કે નહિ તેનો તરત ખ્યાલ નહી આવે, ટ્રાન્સપ્લાન્ટ કરેલી આંખમાં સર્જરીના છ મહિનાની અંદર રક્તવાહિનીઓ અને રેટિના કાર્યરત થશે. ત્યારપછી જ કહી શકાશે કે દર્દી હવે જોઈ શકશે કે નહીં.
આંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર આ વ્યક્તિનું એરોન જેમ્સ છે. 46 વર્ષીય એરોનને હાઈ વોલ્ટેજ લાઈનથી કરંટ લાગ્યો હતો. જેના કારણે તેના ચહેરાની ડાબી બાજુ, તેનું નાક, મોં અને ડાબી આંખને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માત વર્ષ 2021માં થયો હતો, જેના બાદ તેની એક આંખ સંપૂર્ણપણે કાઢી નાખવી પડી હતી.
જો કે તેની જમણી આંખ કામ કરી રહી હતી. લગભગ 140 ડોક્ટરોએ તેના ચહેરા સહિત આંખના ટ્રાન્સપ્લાન્ટની આખી સર્જરીની ભારે જહેમત ઉઠાવી હતી. એરોનને 30 વર્ષના એક વ્યક્તિએ પોતાના ચહેરાના ભાગ તથા આંખોનું દાન કર્યું હતું.