ઇન્ટરનેશનલ

વિમાનમાં શૌચાલય જવાની ના પાડતાં ગુસ્સે ભરાયેલી મહિલાએ કરી આવી હરકત…

આપણે અવારનવાર સોશિયલ મીડિયા ફ્લાઈટમાં પ્રવાસીઓ દ્વારા કરવામાં આવેલી ઉટપટાંગ હરકતો વિશે વાંચતા અને વીડિયો જોતા જ હોઈએ છીએ. આજે અમે અહીં તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈએ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક મહિલા પ્રવાસી વિમાનમાં પેન્ટ કાઢીને અર્ધ નગ્ન અવસ્થામાં બેઠી હતી. આ ઘટના જોઈને સાથે પ્રવાસ કરી રહેલાં અન્ય પ્રવાસીઓ ચોંકી ઉઠ્યા હતા. આ મહિલા પ્રવાસી કેમ આ રીતે વર્તી રહી છે એ કોઈને સમજાયું જ નથી. એરહોસ્ટેસ પણ મહિલા પ્રવાસીના આવા વર્તનથી ચોંકી ઉઠી હતી. વિમાનના ક્રુ મેમ્બરને આ ઘટનાની જાણ કરવામાં આવી અને તેમણે મહિલાને પેન્ટ પહેરીને પ્રવાસ કરવાની વિનંતી કરી હતી. પરંતુ મહિલા લાંબો સમય સુધી પેન્ટ પહેર્યા વિના જ બેઠી રહી હતી.

આ ઘટના અમેરિકાના ફ્લોરિડાથી ફિલાડેલ્ફિયા જનારી ફ્લાઈટમાં બની હતી. સોમવારે ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટમાં બનેલી આ ઘટનમાં વિમાનમાં પ્રવાસ કરી રહેલી મહિલાએ અચાનક જ પેન્ટ કાઢી નાખી હતી. એટલું જ નહીં પણ મહિલા પ્રવાસીએ વિમાનના પેસેજમાં જ લઘુશંકા કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આખી ફ્લાઈટ ફૂલ હતી અને એ જ સમયે મહિલાની આવી હરકતથી ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલાં અન્ય પ્રવાસીઓ અવાક થઈ ગયા હતા. કેટલાક લોકોને આ મહિલાથી ડર લાગવા લાગ્યો હતો.

મહિલાને ફ્લાઈટમાં રહેલાં શૌચાલયનો ઉપયોગ કરવો હતો, પરંતુ એરહોસ્ટેસે તેને અત્યાર શૌચાલયનો ઉપયોગ નહીં થઈ શકે એવું જણાવ્યું હતું. બસ આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી મહિલા પ્રવાસી પેન્ટ કાઢીને અર્ધનગ્નાવસ્થામાં બેસી રહી હતી.
ન્યૂયોર્ક પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલાં સમાચાર અનુસાર મહિલાએ વિમાનના પેસેજમાં જ લઘુશંકા કરવાની ધમકી આપી તો અન્ય પ્રવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેણે પ્રવાસીઓને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. લાંબા સમય સુધી આ હાઈવોલ્ટેજ ડ્રામા ફ્લાઈટમાં ચાલ્યો હતો. ત્યાર બાદ તેણે ફરી ફ્લાઈટ એટેન્ટડન્ટ પાસે શૌચાલયનો ઉપયોગ કરવાની પરવાનગી માગી અને તેને શૌચાલયનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર બાદ જ મહિલા પેન્ટ પહેરવા માટે તૈયાર થઈ હતી.

ફેસબુક પર વોશેલ હોટમેન દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. હોટમેને વીડિયોની કેપ્શનમાં લખ્યું હતું કે જ્યારે હું ફ્લોરિડા જઈ રહ્યો હતો ત્યારે આ ભયાનક અનુભવનો સામનો અમને કરવો પડ્યો હતો. બધા પ્રવાસીઓ આ મહિલાથી ત્રસ્ત થઈ ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો