ભારત બાદ જસ્ટિન ટ્રુડો હવે રશિયા સાથે પણ દુશ્મની વહોરી લીધી…
ટોરોન્ટો: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવીને ભારત સાથે દુશ્મનાવટ વહોરી લીધી છે તેમ છતાં જાણે કેનેડાના વડા પ્રધાનને જાણે શાંતિ ગમતી જ નાહોય તોમ તેમણે યુક્રેનને હથિયારો સપ્લાય કરવાનું વચન આપીને રશિયા સાથે પણ દુશ્મનીની શરૂઆત કરી દીધી છે.
કેનેડાએ યુક્રેન માટે લશ્કરી, આર્થિક અને માનવતાવાદી સહાય સહિત અનેક સહાયક પગલાંની જાહેરાત કરી છે. તેમજ ટ્રુડોએ યુદ્ધ કરવા બદલ રશિયાને સજા આપવાનો પણ આગ્રહ કર્યો હતો. ટ્રુડોએ કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમે રશિયા પર દંડ નાખવાનું શરૂ કરીશું અને આ ગેરકાયદેસર રીતે હુમલા માટે જે પણ જવાબદાર છે તેમને છોડવામાં ના આવે અને તેમની સામે પગલાં લેવામાં આવે તેવી તાકીદ કરવામાં આવશે.
ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા અને યુક્રેન રશિયાની સંપત્તિની જાણકારી મેળવવા માટે G7 ભાગીદારો સાથે એક કાર્યકારી જૂથની સ્થાપના કરવા માટે સંમત થયા હતા. તેમણે કહ્યું હતું કે કેનેડાએ દેશની પ્રતિબંધોની સૂચિમાં 63 રશિયન વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ ઉમેર્યા છે. તેમજ હંમેશા યુક્રેન સાથે રહેવા માટે કેનેડાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે દેશ આગામી ત્રણ વર્ષમાં કિવને $650 મિલિયન નવી લશ્કરી સહાય આપશે. કેનેડાએ યુક્રેનને અન્ય સૈન્ય સાધનો આપવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
એ દેખીતું છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો દરેક નિર્ણય વોટ બેંકની રાજનીતિથી પ્રેરિત છે. આ કારણે તેમણે કેનેડાની સંસદમાં નિજ્જરની હત્યાને ભારત સાથે જોડી હતી. જેના જવાબમાં ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે તાત્કાલિક અસરથી કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવા પણ બંધ કરી દીધી છે.