ઇન્ટરનેશનલ

આઠ વર્ષ બાદ અલ્બેનિયાના ક્રાઉન પ્રિન્સ અને ક્રાઉન પ્રિન્સેસ એલિયા લેશે ડિવોર્સ….

અલ્બેનિયા: અલ્બેનિયાના ક્રાઉન પ્રિન્સ લેકા અને ક્રાઉન પ્રિન્સેસ એલિયાએ લગ્નના 8 વર્ષ બાદ બંનેએ સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી. ક્રાઉન પ્રિન્સ લેકાએ સોશિયલ મિડીયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તે અને એલિયા પરસ્પર સંમતિથી છૂટા થઈ રહ્યા છે. આ માટે જરૂરી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. નોંધનીય છે કે અગાઉ 8 વર્ષ એકબીજાને ડેટ કર્યા બેદ બંનેએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા તેમના લગ્ન એટલા ભવ્ય હતા કે તે સમયે ઘણા ચર્ચામાં રહ્યા હતા.

ક્રાઉન પ્રિન્સ લેકા અને ઈલિયાની પહેલી મુલાકાત વર્ષ 2008માં થઈ હતી. બે વર્ષ બાદ બંનેએ પેરિસમાં સગાઈ કરી લીધી હતી. પરંતુ સગાઈ બાદ પણ તેમને બીજા 6 વર્ષ બાદ લગ્ન કર્યા હતા. તિરાનાના રોયલ પેલેસમાં તેમણે લગ્ન કર્યા હતા. બંનેને 3 વર્ષની પુત્રી પણ છે. જેનું નામ ગેરાલ્ડીન છે જે ક્રાઉન પ્રિન્સ લેકાની દાદીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

41 વર્ષના પ્રિન્સ લેકા તેમના પિતા રાજા લેકાના મૃત્યુ બાદ 2011માં અલ્બેનિયન ક્રાઉનના વારસદાર બન્યા હતા. પ્રિન્સ લેકાએ અલ્બેનિયન વિદેશ મંત્રાલય, આંતરિક મંત્રાલય અને રાષ્ટ્રપતિ કાર્યાલયમાં સલાહકાર તરીકે કામ કર્યું છે.

ત્યારે 40 વર્ષની રાજકુમારી ઈલિયાનો જન્મથી ઈલિયા ઝારૈયાના નામથી ઓળખાતી હતી. તે એક અભિનેત્રી અને ગાયિકા છે. અને તે અલ્બેનિયન નેશનલ થિયેટરમાં કામ કરે છે. જો કે છૂટા પડવાની બાબત પર ઈલિયાએ લખ્યું હતું કે તે બંને ભલે છૂટા પડે પરંતુ સાથે મળીને પોતાની દીકરીનું ધ્યાન રાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button