અમેરિકાની યુદ્ધમાં એન્ટ્રી બાદ શું હવે રશિયા પણ યુદ્ધમાં ઝંપલાવશે? | મુંબઈ સમાચાર

અમેરિકાની યુદ્ધમાં એન્ટ્રી બાદ શું હવે રશિયા પણ યુદ્ધમાં ઝંપલાવશે?

મોસ્કો/તેલ અવીવ/તહેરાનઃ મધ્ય પૂર્ણમાં ભૌગોલિક તણાવમાં દિવસે દિવસે નવા વળાંકો આવી રહ્યા છે. ખાસ કરીને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલી હુમલા બાદ. અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આવા સમયે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રવિવારે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવા મોસ્કો જઈ રહ્યા છે. આ બેઠક ઈરાન-ઈઝરાયલ તણાવ અને અમેરિકાની સીધી સૈન્ય હાજરીના સંદર્ભમાં મહત્વની મનવામાં આવી રહી છે. આ ઘટનાએ વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચાઓ જગાડી છે.

પુતિન સાથે અરાઘચીની મહત્ત્વની બેઠક

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે તેઓ રવિવારે મોસ્કો પહોંચશે અને સોમવારે સવારે પુતિન સાથે દ્રપક્ષી બેઠક ચર્ચા કરશે. આ નિવેદન તેમણે ઈસ્તાબુલમાં ઓઆઈસી (ઈસ્લામિક સહયોગ સંગઠન) શિખર સંમેલન દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં આપ્યું. અમેરિકાના તાજેતરના હુમલાઓએ ઈરાનને ઝટકો આપ્યો છે, અને આ બેઠક રાજકીય તેમ જ સૈન્ય વ્યૂહરચના માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

રશિયા-ઈરાનની નજીદીકીની અટકળો

આ મુલાકાતના સમાચારથી અમેરિકા સામે ઈરાન-રશિયાની સંયુક્ત રણનીતિની અટકળો તેજ થઈ છે. રશિયાએ ઈઝરાયલની તાજેતરની કાર્યવાહીઓ પર નારાજગી વ્યક્ત કરી છે, અને પુતિનની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વૈચારિક અદાવત પણ જાણીતી છે. આવી સ્થિતિમાં, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની અને પુતિનની સાથેની મુલાકાત અમેરિકા માટે નવો રાજકીય પડકાર ઊભો કરી શકે છે.

આ પણ વાંચો -‏‏‎ મિડલ ઈસ્ટ સંકટ: અમેરિકાના ઈરાન પર હુમલા બાદ PM મોદીએ રાષ્ટ્રપતિ પેજેશ્કિવન સાથે વાતચીત કરી, શાંતિની અપીલ

કૂટનીતિનો રસ્તો બંધ?

ઈસ્તંબુલમાં અરાઘચીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમેરિકાના હુમલા બાદ હવે કૂટનીતિનો રસ્તો ખુલ્લો નથી રહ્યો. તેમણે કહ્યું, “હાલની પરિસ્થિતિમાં વાતચીતની શક્યતા નથી, જોકે વાતચીતનો દરવાજો હંમેશા ખુલ્લો રાખવો જોઈએ.” અમેરિકાની આ આક્રમક કાર્યવાહીએ ઈરાનને સીધો હુમલો માન્યો છે, જેનાથી પ્રદેશમાં તણાવ વધુ ગાઢ બન્યો છે. આ બેઠકનું પરિણામ વૈશ્વિક રાજકારણ પર નોંધપાત્ર અસર કરી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button