હાથમાં બંદૂક લઈની વીડિયો બનાવી રહ્યો હતો યુવક અને થયું કંઈક એવું કે…
સોશિયલ મીડિયા પર આપણે અવારનવાર એવા ઉટપટાંગ કે જીવલેણ સ્ટન્ટ કરતાં લોકોના વીડિયો જોતા હોઈએ છીએ કે એમની એક ભૂલ અને જીવન ખતમ. આજે આપણે અહીં આવા જ એક વીડિયો વિશે વાત કરવાના છીએ. સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક યુવક મોઢામાં સિગારેટ, હાથમાં બંદુક લઈને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે અને અચાનક જ એનાથી એક એવી ભૂલ થઈ જાય છે કે જેના વિશે એણે પણ વિચાર્યું નહીં હોય. નેટિઝન્સ વાઈરલ થઈ રહેલાં વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે અને કેટલાક લોકો આ પ્રકારના સ્ટન્ટને એકદમ જોખમી પણ ગણાવી રહ્યા છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક હાથમાં બંદુક, મોઢામાં સિગારેટ લઈને ડાન્સ કરી રહ્યો છે. ડાન્સ કરવામાં આ યુવક એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે તેને ખબર જ નથી પડતી કે તેનાથી ક્યારે ગોળી ચાલી જાય છે. ગોળી ચાલી જવાને કારણે એ યુવક ખુદ ગભરાઈ જાય છે. ત્યાર બાદ ત્યાં એક મહિલા આવે છે અને તે આ યુવકને મારપીટ કરે છે. મહિલાનો આ અંદાજ જોઈને નેટિઝન્સ પોતાનું હસવું રોકી શક્યા નહોતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે અને એને અત્યાર સુધી બે લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોને જોઈને લોકો રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે રમત રમતમાં ભૂલ થઈ ગઈ તો બીજા એક યુઝરે લખ્યું છે કે તમારી એક નાનકડી લાપરવાહી જીવલેણ સાબિત થઈ શકે છે.