ઇન્ટરનેશનલ
ભારતીય રેસ્ટોરાંને યુકેનો પ્રતિષ્ઠિત અવૉર્ડ
લંડન: અહીંની ભારતીય રેસ્ટોરાં ‘ચટણી મેરી’એ વાર્ષિક એ. એ. હૉસ્પિટાલિટી અવૉર્ડ જીત્યો હતો. યુકેની ટોચની રેસ્ટોરાં, હૉટેલ્સ, સ્પા અને પબને આ વાર્ષિક અવૉર્ડ અપાય છે. ૩૩ વર્ષથી ચાલતી આ ભારતીય રેસ્ટોરાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સહિત અનેક જાણીતી વ્યક્તિઓમાં લોકપ્રિય છે.
લંડનમાં સોમવારે રાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ અવૉર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે બ્રિટિશ હૉસ્પિટાલિટી ઉદ્યોગના ૧,૦૦૦થી વધુ પ્રતિનિધિએ હાજરી આપી હતી. યુકેની હૉસ્પિટાલિટી કંપની એમ. ડબ્લ્યુ. ઇટનાં ડિરેક્ટર કેમેલિયા પંજાબીએ જણાવ્યું હતું કે અમને આ અવૉર્ડ મળવાની આશા નહોતી.