બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકની સુરક્ષામાં મોટી ખામી…
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. તેમનો મોબાઈલ નંબર ઓનલાઈન લીક થઈ ગયો છે. તેમજ સુનકનું વોઇસ રેકોર્ડિંગ પણ લીક થયું છે. સોશિયલ મીડિયા પર પ્રેન્ક દરમિયાન સુનકનો અંગત મોબાઇલ નંબર જાહેર થયો હતો. આ પહેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ પોતાનો મોબાઈલ નંબર બદલ્યો હતો. તેને ડર હતો કે તેનો મોબાઈલ નંબર લીક થઈ ગયો છે.
નંબરની પણ ચકાસણી પણ કરવામાં આવી છે. અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સુનકનો જ નંબર છે જેને તેઓ ઘણા વર્ષોથી ઉપયોગ કરતા હતા. તેમના પર્સનલ મોબાઈલ પર તેને કોલ આવવાના પણ શરૂ થઇ ગયા હતા તેમજ કેટલાક મેસેજ પણ આવી રહ્યા હતા. નોંધનીય છે કે બ્રિટિશ પીએમને કોવિડ-19 ટેસ્ટિંગ માટે પોતાનો મોબાઈલ નંબર ન આપવા બદલ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
જો કે ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. જો કે તેણે તેને ગંભીર બાબત ગણાવી હતી. બ્રિટિશ પીએમ સુનકનો પર્સનલ નંબર લીક થવાને સુરક્ષાની મોટી ખામી માનવામાં આવી રહી છે.
ગુરુવારે વડા પ્રધાન સુનક ઈઝરાયલની મુલાકાતે ગયા હતા. તેઓ તેલ અવીવમાં ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા હતા. તેમણે હમાસના આતંકવાદીઓ સામે ઈઝરાયલને સમર્થન પણ આપ્યું હતું. પીએમ સુનક ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર નજર રાખી રહ્યા છે.