આઠ વર્ષની દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને એક પિતા હસી પડ્યો, કહ્યું યસ….
અત્યાર દુનિયાભરમાં ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની ચર્ચા ચાલી રહી છે અને યુદ્ધ ભલે બે દેશો વચ્ચે ખેલાઈ રહ્યું હોય તો પણ તેની ભરપાઈ તો હંમેશા સામાન્ય નાગરિકોએ કરવી પડે છે. રોજ યુદ્ધ સંબંધિત હૃદયદ્રાવક વીડિયો અને ફોટો સામે આવતા જ રહે છે. આજે આપણે અહીં આવા જ એક વીડિયો વિશે વાત કરવાના છીએ. આ વીડિયોમાં એક બાપ પોતાની દીકરીની હમાસ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સાંભળીને હસી પડ્યો હતો અને તેના મોંમાંથી યેસ… એવો ઉદ્ગાર સરી પડ્યો હતો. ચોંકી ગયાને? ચાલો જાણીએ આ પાછળની આખી સ્ટોરી…
એકદમ સાચું વાંચ્યું તમે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વારલ થયો હતો. આ વીડિયોમાં ઈઝરાયલી નાગરિક અને એક પિતા થોમસ હેન્ડના રિએક્શન જોવા મળી રહ્યા છે. થોમસની આઠ વર્ષની દીકરી એમિલીની હમાસના હેવાનોએ હત્યા કરી નાખી હતી અને એ સમયે પણ આ પિતાની આંખમાં આંસુ નહીં પણ હોઠો પર સ્મિત હતું. જેવું થોમસને ખબર પડી કે તેની દીકરીની હત્યા કરી નાખવામાં આવી છે એટલે તેના મોંમાંથી એક જ ઉદ્ગાર સરી પડ્યો કે યેસ…
થોમસના જણાવ્યા અનુસાર મારા માટે મારી એમિલીનું મૃત્યુ ખરેખર સુખદ હતું, કારણ કે અત્યાર સુધી મેં જેટલા લોકોનું અપહરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર સાંભળ્યા છે એની સાથે એમના પર કરવામાં આવેલા અત્યાચાર, ટોર્ચરની વાતો પણ સાંભળી હતી. અપહરણ કરનારાઓને એવી એવી પીડાઓ આપવામાં આવી હતી કે સાંભળનારા ભયથી ધ્રુજી ઉઠે.
એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં થોમસે જણાવ્યું હતું કે જે રીતે એ લોકો તમારી સાથે વ્યવહાર કરે છે કે તમને એવું થાય કે આના કરતાં તો મૃત્યુ સારું છે. મારી દીકરી એમિલી તેની મિત્ર સાથે સ્લીપવોર માટે એના ઘરે ગઈ હતી અને ત્યારે હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 100 લોકોના દર્દનાક મૃત્યુ થઈ ગયું હતું.
આ વીડિયોમાં હમાસની હેવાનિયતનો સામનો કરી ચૂકેલા આઈરિશ પિતાની લાચારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને થોમસ ભલે હસી પડ્યો હોય પણ આપણે જ્યારે પણ આ સ્મિત જોઈશું તો આપણને દુઃખ, ગુસ્સો, નફરત અને લાચારી જેવી અનેક લાગણીઓ એક સાથે જોવા મળશે.