ઇન્ટરનેશનલનેશનલ

USમાં ભારતીય પરિવારની હત્યાના કેસમાં મોટો ખુલાસોઃ પત્ની, બાળકોની થઈ હતી હત્યા

ન્યૂ યોર્કઃ અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત આલિશાન બંગલામાં મૃત મળેલા એક ભારતીય પરિવારના કિસ્સામાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કેલિફોર્નિયાના સેન મેટોમાં 37 વર્ષના આનંદ સુજિત હેન્રીએ પોતાની પત્ની અને ચાર વર્ષના જોડિયા બાળકોની હત્યા કર્યા પછી આત્મહત્યા કરી લીધી હતી. બંને બાળકોના મૃતદેહ બેડરુમમાં મળ્યા હતા, જ્યારે આ દંપતીનો મૃતદેહ બાથરુમમાંથી મળ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

આ અગાઉ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે હેનરી અને તેની પત્ની એલિસ બેન્ઝિગરનો મૃતદેહ તેમના ઘરના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. હેનરીના નામે નોંધાયેલી નાઈન એમએમની હેન્ડગન પણ જમીન પર પડેલી મળી આવી હતી. પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમારી તપાસ મુજબ બેન્ઝિગરના શરીર પર ગોળીઓના અનેક ઘા હતા. હેનરીના શરીર પર એક જ ગોળી હતી.

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ભૂતપૂર્વ મેટા સોફ્ટવેર એન્જિનિયર આનંદ હેનરી પર તેની પત્ની અને જોડિયા પુત્રોની હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ આનંદ હેનરીએ પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે ચાર વર્ષના જોડિયા બાળકોનું મોત ગોળી વાગવાથી થયું નથી. હાલમાં પોલીસે બાળકોના મોતનું કારણ પણ જાહેર કર્યું નથી. પોલીસે હેનરી પર તેના પરિવારની હત્યાનો આરોપ લગાવ્યો છે.

તેની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ હેનરીએ મેટામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. આ પહેલા તેણે ગૂગલમાં પણ કામ કર્યું હતું. જોકે, મેટાએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેઓ મૃત્યુ સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરી રહ્યા હતા. જ્યારે બેન્ઝિગર જિલોમાં ડેટા સાયન્ટિસ્ટ હતી.

બંને કેરળના હતા અને બંનેએ પિટ્સબર્ગની કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ પતિએ ડિસેમ્બર 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ તેમ થઇ શક્યું નહી. પોલીસે જણાવ્યું કે જ્યારે પરિવાર સાથે કોઈ સંપર્ક થયો નહી ત્યારે પોલીસ તપાસ કરવા તેમના ઘરે પહોંચી હતી. આ હત્યા શનિવારે થઈ હોવાનું માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button