દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે 7. 1 ની તીવ્રતાનો ભૂકંપ | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે 7. 1 ની તીવ્રતાનો ભૂકંપ

દેશ વિદેશમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. ત્યારે દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે સમુદ્રમાં ડ્રેક પેસેજમાં સવારે 7. 1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ સ્થળથી માત્ર 10 કિલોમીટર દુર હતું. તેમજ તેની બાદ દરિયામાં સુનામીની પણ ચેતવણી આપવા આવી છે.

ચિલીમાં સંભવિત સુનામીનો ભય

આ ભૂકંપ બાદ, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ સુનામીની ચેતવણી જાહેર કરી છે. ચિલીમાં સંભવિત સુનામીનો ભય છે. લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને પણ ખાસ કરીને દરિયામાં ન ખેડવા સલાહ આપવામાં આવી છે.

ફિલિપાઇન્સમાં શુક્રવારે ભૂકંપની સાત લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ફિલિપાઇન્સની નજીકના એક જ વિસ્તારમાં શુક્રવારે બે શક્તિશાળી ભૂકંપના આંચકા થોડા કલાકોમાં જ અનુભવાયા હતા. જેમાં સવારે 7.4 ની તીવ્રતાનો પહેલો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં સાત લોકો માર્યા ગયા હતા. તેનાથી ભૂસ્ખલન થતા હોસ્પિટલો અને શાળાઓને નુકસાન થયું હતું અને સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી. જોકે પાછળથી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે. જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. 

રિકટર સ્કેલની મદદથી ભૂકંપના તરંગો મપાય છે

રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

આ પણ વાંચો…ફિલિપાઇન્સમાં વહેલી સવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીની ચેતવણી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button