Papua New Guineaમાં ભૂસ્ખલનમાં 670 લોકોના મોતની આશંકા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

Papua New Guineaમાં ભૂસ્ખલનમાં 670 લોકોના મોતની આશંકા

મેલબોર્નઃ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea landslide)માં ભૂસ્ખલનમાં મોટી સંખ્યામાં લોકોના માર્યા જવાની આશંકા વ્યક્ત કરી છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને રવિવારે અંદાજ લગાવ્યો હતો કે પાપુઆ ન્યુ ગિનીમાં મોટા ભૂસ્ખલનમાં 670 લોકોના મોતની આશંકા છે.

જ્યારે સ્થાનિક અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે ભૂસ્ખલનને કારણે 100 લોકોના મોતની આશંકા છે. દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રમાં યુએન માઇગ્રેશન એજન્સીના મિશનના વડા સેરહાન અક્ટોપ્રાકે જણાવ્યું હતું કે મૃત્યુઆંક યમબલી ગામ અને એન્ગા પ્રાંતીય અધિકારીઓની ગણતરી પર આધારિત છે કે શુક્રવારના ભૂસ્ખલનથી 150 થી વધુ મકાનો દટાયા હતા.

તેમણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે “તેમનો અંદાજ છે કે 670 થી વધુ લોકો કાદવની નીચે દટાયેલા છે. રવિવાર સુધીમાં માત્ર પાંચ મૃતદેહ અને અન્ય એક વ્યક્તિનો પગ મળી આવ્યો હતો. પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે રાહત કાર્ય ચાલુ રહ્યું હતું અને રાહત-બચાવમાં જોડાયેલા કાર્યકરો જીવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button