ઇન્ટરનેશનલ

રશિયામાં 5 ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નદીમાં ડૂબ્યાં, 4ના મોત 1 નો બચાવ

મોસ્કો: રશિયામાં મેડીકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય મૂળના ચાર વિદ્યાર્થીઓ(Indian medical students in Russia)નું સેન્ટ પીટર્સબર્ગ(St. Petersburg) નજીક નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે, શુક્રવારે રશિયામાં ભારતીય મિશને આ ઘટના પુષ્ટિ કરી હતી. ભારતીય મિશને જણાવ્યું કે તેઓ મૃતદેહોને શક્ય તેટલી વહેલી તકે તેમના સંબંધીઓને મોકલવા માટે રશિયન પ્રશાસન સાથે સંકલન કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ વેલિકી નોવગોરોડ શહેર નજીકની નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટી(Novgorod State University)માં અભ્યાસ કરતા હતા. રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે વોલ્ખોવ નદીમાં એક ભારતીય વિદ્યાર્થીની અકસ્માતે પડી ગઈ હતી અને તેના ચાર સાથીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણીને બચાવવાના પ્રયાસમાં અન્ય વિદ્યાર્થીઓ પણ નદીમાં ડૂબી ગયા, એક વિદ્યાથીને બચાવી લેવામાં આવી.

ચાર મૃતકોની ઓળખ હર્ષલ અનંતરાવ દેસલે, જીશાન અશપાક પિંજરી, જિયા ફિરોજ પિંજરી અને મલિક ગુલામગૌસ મોહમ્મદ યાકુબ તરીકે થઈ હતી. વિદ્યાર્થિની નિશા ભૂપેશ સોનવણે પણ નદીમાં પડી હતી, પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી અને તેને તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

મોસ્કોમાં ભારતીય દૂતાવાસે એક્સ પર જણાવ્યું હતું કે, “અમે શક્ય તેટલી વહેલી તકે મૃતદેહોને સંબંધીઓને મોકલવા માટે કામ કરી રહ્યા છીએ. જે વિદ્યાર્થીનીનો જીવ બચી ગયો છે તેને યોગ્ય સારવાર પણ આપવામાં આવી રહી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદનાઓ.”

તેમાંથી ત્રણ ભાઈ-બહેન જિયા, જીશાન અને હર્ષલ દેસલે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના હતા. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, જીશાન તેના માતા-પિતા સાથે વીડિયો કોલ પર હતો ત્યારે તે અને અન્ય ત્રણ લોકો નદીમાં ડૂબી ગયા હતા.

સેન્ટ પીટર્સબર્ગમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ વેલિકી નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડીકલનો અભ્યાસ કરતા હતા. કોન્સ્યુલેટ જનરલે ઉમેર્યું હતું કે તે વેલિકી નોવગોરોડના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને શક્ય તેટલી વહેલી તકે મૃતદેહને સંબંધીઓને મોકલવા માટે કામ કરી રહ્યું છે. શોકગ્રસ્ત પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી છે.

જલગાંવના જિલ્લા કલેક્ટરએ જણવ્યું કે “અમે, વિદેશ મંત્રાલયની મદદથી, રશિયામાં દૂતાવાસ અને સેન્ટ પીટર્સબર્ગમાં કોન્સ્યુલર જનરલનો સંપર્ક કર્યો. તેઓએ પરિવારને સહકાર આપી રાજ્ય છે. જેનો જીવ બચી ગયો છે તે વિદ્યાર્થીને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે… અમે આશા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ મૃતદેહો ભારત પરત મોકલવામાં આવશે.”

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો