ઇન્ટરનેશનલનેશનલ

કોંગોની અદાલતે ત્રણ અમેરિકનો સહિત 37 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી, જાણો કારણ….

કિન્શાસા (કોંગો): ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાનો પ્રયાસ કરનાર ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. તેમણે મે મહિનામાં બળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.

આ લોકોએ ભારે હથિયારો સાથે કોંગોની રાજધાની કિન્શાસાના પ્રેસિડેન્ટ હાઉસ પર કબજો કર્યો હતો અને રાષ્ટ્રપતિના મહેલ અને રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકેડીના નજીકના સહયોગીને નિશાન બનાવ્યા હતા.

જો કે, એક લશ્કરી કાર્યવાહીમાં, બળવાને અંજામ આપવા આવેલા સશસ્ત્ર દળોના નેતા ક્રિશ્ચિયન મલાંગા માર્યા ગયા હતા, જે અમેરિકન મૂળના કોંગી નેતા હતા. ક્રિશ્ચિયન મલાંગાના પુત્ર માર્સેલ મલાંગાને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો.

આપણ વાંચો: કતારમાં મોતની સજા પામેલા 8 ભારતીય નૌસેનિકોને મળી રાહત, ફાંસીની સજા નહીં થાય

આ સાથે અમેરિકન બેન્જામિન ઝાલમેન કે જેઓ તેમના મિત્ર ટાયલર થોમસન અને ક્રિશ્ચિયન મલાંગાના બિઝનેસ પાર્ટનર હતા તેમની સામે પણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા.

આ ત્રણેયને અપરાધિક કાવતરું, આતંકવાદ અને અન્ય આરોપોમાં દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. મલાંગાએ કોર્ટને જણાવ્યું હતું કે જો તે આ યોજનામાં સામેલ નહીં થાય તો તેના પિતાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે પ્રથમ વખત તેના પિતાના આમંત્રણ પર કોંગો આવ્યો હતો, જેમને તે વર્ષોથી મળ્યો પણ નહોતો.

સજા પામેલાઓમાં બ્રિટન, બેલ્જિયમ અને કેનેડાના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા કોંગી લોકોને પણ સજા થઈ છે. કુલ 50 જેટલા લોકો આ નિષ્ફળ બળવામાં સામેલ હતા, જેમાંથી 37 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. દોષિતો આ નિર્ણય સામે અપીલ કરી શકે છે.

નોંધનીય છે કે આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં હિંસા અને આતંકવાદી હુમલાઓ આમ વાત બની ગઇ છે અને સત્તાવાળાઓ પણ તેની સામે લાચાર છે. આતંકવાદ અને હિંસાને ડામવા માટે કોંગોની સરકારે આ વર્ષની શરૂઆતમાં મૃત્યુ દંડ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ