ઇન્ટરનેશનલનેશનલ

ડ્રેગન પર અમેરિકાનો ટેરિફ અટેક યથાવત, ચીની નિકાસ પર 245% સુધીનો ટેક્સ ચૂકવવો પડશે

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લા દિવસોમાં લેવાયેલ નિર્ણયથી વિશ્વના અનેક દેશો ચોંકી ઉઠયા છે. જો કે આ ટેરિફ વોરમા અમેરિકાએ ચીનને ભીંસમાં લીધું છે અને બંને દેશ વચ્ચે સંબંધો વધુ વિવાદમાં ઘેરા બની રહ્યા છે.

તેમ હવે અમેરિકાએ ચીની માલની આયાત પર 245 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી તે 145 ટકા લાગતું હતું, પરંતુ જ્યારે ચીને અમેરિકાના નિર્ણય સામે બદલો લેવા માટે ચીની આયાત પર ટેરિફ વધારીને ૧૨૫ ટકા કર્યો ત્યારે અમેરિકાએ પણ તેમાં વધારો કર્યો છે.

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી મંદીના ભણકારા, સોનાના ભાવમા વધારો થયો

ચીની આયાત પર 245 ટકા ટેરિફની જાહેરાત

અમેરિકાએ ચીન સામે ટેરિફ બોમ્બમાં નવો ધમાકો કર્યો છે અને ચીની આયાત પર 245 ટકા ટેરિફની જાહેરાત કરી છે. જે અત્યાર સુધી 145 ટકા જ લાગતો હતો પરંતુ જ્યારે ચીને જ્યારે અમેરિકાની કાર્યવાહી સામે 125 ટકા ટેરિફની જાહેરાત કરી ત્યારબાદ હવે અમેરિકાએ આ નિર્ણય કર્યો છે.

મંગળવારે મોડી રાતે વ્હાઇટ હાઉસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ચીની આયાત પર હવેથી 245 ટકા ટેરિફ લાગશે. ચીની માલની આયાત પરના વર્તમાન ટેરિફ દર પર 100 ટકાનો વધારો કારવમાં આવ્યો છે.

આપણ વાંચો: US VS China: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વકર્યું, અમેરિકાએ ચીનને આપી ચેતવણી…

શા માટે અમેરિકા કરી રહ્યું છે કાર્યવાહી?

માનવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન અન્ય દેશો અમેરિકા સાથે વેપાર સોદા કરી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે બેકચેનલ દ્વારા વેપાર સોદા પર વિચાર મંથન પણ શરૂ થઈ ગયું છે અને આ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો હોવાના પણ અહેવાલો છે. ચીનને લઈ અમેરિકાએ પણ ટેરિફનો જવાબ ટેરિફથી આપી રહ્યું છે.

અમેરિકાનું માનવું છે કે અન્ય દેશો અમેરિકી સામાન પર ઓછો ટેરિફ લગાવે છે જ્યારે ચીન અને ભારત સહિતના દેશો ખૂબ ઊંચો ટેરીફ વસૂલે છે.

ચીનનું વલણ અક્કડ

આ જ આરોપથી ટેરિફ વોરની શરૂઆત થઈ હતી. અમેરિકાએ જણાવ્યું હતું કે અમારા ટેરિફ વધારાના નિર્ણય બાદ વિશ્વના 75 ટકા દેશોએ વ્યાપાર માટે અમારો સંપર્ક કર્યો હતો અને આથી જ અમે ટેરિફનો વધારો મુલતવી રાખ્યો છે પરંતુ ચીનનું વલણ અક્કડ છે. ભારત પર અમેરિકાએ ઝીંકેલો ટેરિફ વધારો પણ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button