ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઓમાનમાં અચાનક પૂર અને ભારે વરસાદે મચાવી તબાહી; શાળાના બાળકો સહિત 17ના મોત

ઓમાનમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લગભગ 17 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓને લઈ જતું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું, જેને કારણે તેમાં મુસાફરી કરી રહેલા બાળકો સહિત ડ્રાઇવરનું મોત થયું હતું.

ઓમાનનો ઉત્તરીય અલ શારકિયાહ પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો છે.ઓમાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે રોયલ ઓમાન પોલીસ અને ઓમાની આર્મીને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે તૈનાત કરવામાં આવી છે.

આ દરમિયાન દુબઈમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button