વિજય હઝારે ટ્રોફીમાં યુઝર્વેન્દ્ર ચહલનો તરખાટ, ઝડપી આટલી વિકેટ

અમદાવાદઃ ભારતીય ટીમમાંથી બહાર રહેલા સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલે વિજય હઝારે ટ્રોફીમાં ઝારખંડ સામેની મેચમાં હરિયાણા તરફથી છ વિકેટ ઝડપી ખળભળાટ મચાવી દીધો હતો. ચહલે વિજય હજારે ટ્રોફી 2023ની મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. હરિયાણા તરફથી રમતા ચહલે ઉત્તરાખંડ સામે 6 વિકેટ ઝડપી હતી.
વાસ્તવમાં ઉત્તરાખંડે હરિયાણા સામે પ્રથમ બેટિંગ કરીને 207 રન કર્યા હતા. જેના જવાબમાં હરિયાણાએ 45 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. ચહલે ઉત્તરાખંડના કેપ્ટન જીવનજોત સિંહને 26 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. આ મેચમાં તેણે 10 ઓવરમાં 26 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
ચહલે 2 મેડન ઓવર પણ નાખી હતી. ચહલની સાથે સુમિત કુમારે પણ સારી બોલિંગ કરી હતી. તેણે 7 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે ચહલે ભારત માટે તેની છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં રમી હતી. છેલ્લી ટી20 મેચ ઓગસ્ટ 2023માં રમી હતી. ચહલે 2010માં પંજાબ સામેની મેચમાં હરિયાણા માટે લિસ્ટ-એ કારકિર્દીની શરૂઆત કરી હતી.
અત્યાર સુધીમાં ચહલે તેની લિસ્ટ-એ ક્રિકેટ કારકિર્દીમાં 130 મેચમાં 202 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રન આપીને 6 વિકેટ રહ્યું છે. આ ત્રીજી વખત છે જ્યારે તેણે 50 ઓવરના ફોર્મેટ ક્રિકેટમાં 6 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.