સાબરમતીના કાંઠે બનશે ‘વન્ડરલેન્ડ’, AMCએ જાહેર કરી યોજના
આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સાબરમતીના કાંઠે બનશે ‘વન્ડરલેન્ડ’, AMCએ જાહેર કરી યોજના

અમદાવાદ: અમદાવાદને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા શહેરમાં આકર્ષણોને વધારવામાં આવી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) એ રિવરફ્રન્ટ પર એક વિશાળ મનોરંજન હબ માટે યોજનાઓ જાહેર કરી છે. 45,600 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં લંડન આઈ જેવી જ વિશાળ ફેરિસ વ્હીલ, વિવધ પ્રકારની રાઇડ્સ, કિડ્સ ઝોન, મનોરંજન પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક આકર્ષણો હશે.

એક અહેવાલ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુને 10 એકરના વિસ્તારમાં મનોરંજન હબ બનાવવામાં આવશે. આ હબ કેનેડાના ઑન્ટારિયોમાં આવેલા પ્રખ્યાત વન્ડરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્કથી પ્રેરિત હશે. મનોરંજન હબમાં વિસ્તારમાં રોલર કોસ્ટર રાઇડ્સ, IMAX થીયેટર, સિમ્યુલેટર રાઇડ્સ, એડવેન્ચર ઝોન, VR ગેમ્સ, સ્નો પાર્ક, સોફ્ટ પ્લે એરિયા અને લેઝર-ફાઉન્ટેન શો જેવા અનેક આકર્ષણો હશે. ઉપરાંત લંડન આઈ જેવું એક વિશાળ ફેરિસ વ્હીલ હશે, જે 66 મીટર ઉચું હશે.

સુત્રોના જણાવ્યા મુજબ અટલ બ્રિજના પૂર્વ છેડે, એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે. વિશ્વ-કક્ષાના સ્ટાન્ડર્ડ સુનિશ્ચિત કરવા AMCએ પ્રોજેક્ટને વૈશ્વિક ભાગીદારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. AMCએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી ટેન્ડરો મંગાવ્યા છે. આ જમીન 30 વર્ષ માટે 45.6 લાખ રૂપિયાના વાર્ષિક ભાડા પર આપવામાં આવશે, જેમાં દર ત્રણ વર્ષે 10% વધારો થશે આ ઉપરાંત આવકનો 5% AMCને મળશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણવ્યું હતું કે “આ શહેર માટે એક ડ્રીમ પ્રોજેક્ટ છે, સાબરમતી રિવર ફ્રન્ટ પહેલેથી જ ઘણા આકર્ષણો છે. આ એન્ટરટેઈનમેન્ટ ઝોન અમદાવાદને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના અમારા ધ્યેયને આગળ વધારશે.”

આ વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન એકલા અટલ બ્રિજ પર 181,000 થી વધુ મુલાકાતીઓ આવ્યા હતા.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button