સિંહની પીઠ પર ઘાવ કોણે આપ્યો: વીડિયો વાયરલ
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે તેની સાથે સુરક્ષાને લઈ સવાલો ફરી ઉઠ્યા છે. રાજુલા પંથકમાં ઘાયલ સિંહનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
રાજુલાના ભેરાઇ રામપરા વિસ્તારમાં 2 સિંહો રોડ ક્રોસ કરતી વખતે વાહન ચાલક દ્વારા વીડિયો મોબાઈલમાં ઉતારી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. અહીં સિંહના પીઠના ભાગે મોટો ચિરો પડી ગયો છે.
આ વિસ્તારમાં બે સિંહો વચ્ચે ઈનફાઈટ, ફેન્સીગ બાવળની મોટી કાટો અથવા બીજી રીતે કોઈ આકસ્મિક પણ હોય શકે અને ઇનફાઈટમાં આ સિંહ ઘવાયો હોય શકે અલગ અલગ અનુમાન વનવિભાગ હાલ લગાવી રહ્યું છે. અહીં કેટલીક વખત સિંહો વચ્ચેની લડાઈમાં ઘર્ષણ થતું હોય છે અનેક વખત સિંહો આ પ્રકારની લડાઈમાં જીવ પણ ગુમાવતા હોય છે અને મોત થતા હોય છે.
તેવા સમયે સિંહની આ ઘાયલ હાલતથી સિંહને તાત્કાલિક સારવાર મળે તે માટે જાગૃત સ્થાનિક લોકોએ વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ઇજાગ્રસ્ત હાલતમાં સિંહનો વીડિયો વાયરલ થવાના મુદ્દે પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના સૂત્રોનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, ઇનફાઈટ જ હોય તેવું ના કહી શકાય પણ આ સિંહ બાવળની વાડ હોય અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુ આસપાસમાં હોય અને છલાંગ મારવા ગયો હોય અને ભરાયું હોય તો પણ ચિરો પડી ગયો હોય. હાલમાં સ્ટાફએ જોયેલુ છે અને થોડું એવુ જ છે સારું છે રેસ્ક્યુ કરવાની જરૂર નથી.