આપણું ગુજરાતનેશનલ
Western railway તમારી માટે લાવ્યું છે સારા સમાચાર, જાણી લો

અમદાવાદઃ વેકેશન, તહેવારો અને કામકાજ માટે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવેની સેવાઓનો ઉપયોગ કરે છે ત્યારે રેલવેએ પણ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને તહેવારોની મોસમમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમુક ટ્રેનોની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ રેલવે મંડળે આપેલી માહિતી અનુસાર આ ટ્રેનની વિગતો અમે તમારી સાથે શેર કરી રહ્યા છે. તો બુકિંગ કરાવતા સમયે આ ઓપ્શન પણ ચેક કરી લેજો.
આપણ વાંચો: Western Railway: ગોખલે પુલને કારણે પશ્ચિમ રેલવેનું સમય પત્રક બદલાતા મુસાફરો હેરાન
- ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ-જયપુર સાપ્તાહિક વિશેષ જે અગાઉ 28 માર્ચ, 2024 સુધી ચલાવવામાં આવવાની હતી, તેને હવે 27 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09723 જયપુર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ, 2024 સુધી હતી, તેને હવે 26 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે. - ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ-અજમેર સાપ્તાહિક વિશેષ જે અગાઉ 01 એપ્રિલ, 2024 સુધી દોડવાની હતી, હવે તેને 01 જુલાઈ, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09621 અજમેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ જેને અગાઉ 31 માર્ચ, 2024 સુધી દોડવાની હતી, તેને હવે 30 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે. - ટ્રેન નંબર 04712 બાંદ્રા ટર્મિનસ-બીકાનેર વીકલી સ્પેશિયલ જે અગાઉ 28 માર્ચ, 2024 સુધી દોડાવવામાં આવવાની હતી, તેને હવે 27 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 04711 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ, 2024 સુધી દોડાવવાની હતી, તેને હવે 26 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.