નવા વર્ષ માટે પશ્ચિમ રેલવેની ભેટ: સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત

અમદાવાદઃ તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. ક્રિસમસના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતીથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા 2026ના નવા વર્ષ નિમિત્તે સાબરમતી અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હી અને સાબરમતીથી કેટલા વાગે આ ટ્રેન ઉપડશે?
પશ્ચિમ રેલવે વિભાગના નિર્ણય પ્રમાણે ટ્રેન સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ (નંબર 04061/4062) વચ્ચે 8 ફેરા કરશે. ટ્રેન નંબર 04061 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 22 ડિસેમ્બર, 25 ડિસેમ્બર, 28 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર 2025ના સાબરમતીથી સવારે 05.15 કલાકે ઉપડશે તથા એ જ દિવસે રાત્રે 23.30 કલાકે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે.
આ પણ વાંચો : પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગરમાં ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરાયો, જાણો કઈ ટ્રેનો રદ થશે…
આ જ રીતે ટ્રેન નંબર 04062 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 21 ડિસેમ્બર, 24 ડિસેમ્બર, 27 ડિસેમ્બર અને 30 ડિસેમ્બર 2025ના દિલ્હી સરાય રોહિલ્લાથી 08.10 કલાકે ઉપડીને બીજા દિવસે 00.30 કલાકે સાબરમતી પહોંચશે.
બંને દિશાના હોલ્ટ સ્ટેશન પાલનપુર, આબૂરોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ રહેશે. આ ક્રિસમસ સ્પેશિયલ ટ્રેનમાં એસી I-ટિયર, એસી 2-ટિયર અને એસી 3-ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે તેવું પણ પશ્ચિમ રેલવે વિભાગે જણાવ્યું છે.
આ પણ વાંચો : ખુદાબક્ષો પર તવાઈઃ પશ્ચિમ રેલવેમાં 98 કરોડનો દંડ વસૂલ કર્યો
14 ડિસેમ્બરથી બુકિંગ શરૂ કરાશે
ક્રિસમસ સ્પેશિયલ ટ્રેન નંબર 04061 નું બુકિંગ 14 ડિસેમ્બર 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થઈ જવાનું છે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે રેલવે વિભાગની સત્તાવાર વેબસાઈટ જોવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. યાત્રીઓની સુવિધા માટે ક્રિસમસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



