વાવ પેટા ચૂંટણીઃ અપક્ષ ઉમેદવારે કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધાર્યું…
Vav By Polls: ગુજરાતની વાવ વિધાનસભા બેઠક (Vav assembly by poll) પર આગામી 13 નવેમ્બર 2024ના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપના નારાજ નેતા માવજી પટેલે અપક્ષ (Independent candidate Mavji Patel) તરીકે ઉમેદવારી નોંધાવીને કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધારી દીધું છે.
હાલમાં પૂરજોશમાં પ્રચાર અભિયાન (election campaign) ચાલી રહ્યું છે. માવજી પટેલે વાવના આકોલીમાં વિશાળ જનસભાને સંબોધી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. જેને જોતાં લાગી રહ્યું છે કે આ ચૂંટણી રસપ્રદ બની રહેશે.
હાલમાં વાવ બેઠક માટે 10 ઉમેદવારો મેદાને છે, જેમાં માવજી પટેલનો પણ સમાવેશ થાય છે. માવજી પટેલનું ચૂંટણી ચિહ્ન બેટ છે, બેટના ચૂંટણી ચિહ્ન સાથે ‘બેટિંગ’ કરવા માટે મેદાને ઉતરેલા માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરતાં ભાજપ-કોંગ્રેસના જીવ અદ્ધર કરી દીધા છે.
ચૂંટણી પ્રચાર અભિયાન જેમ જેમ આગળ વધતો જશે, તેમ-તેમ માવજી પટેલની ઉમેદવારીની અસર સ્પષ્ટ થતી જશે. રાજકીય વિશ્લેષકો મતે પેટાચૂંટણીનો જંગ ત્રિપાંખીયો બનશે.
આપણ વાંચો: રાજસ્થાનની પેટા ચૂંટણીને લઈ ગુજરાત સરકારે શું લીધો નિર્ણય? જાણો…
માવજી પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.ચિમનભાઈ પટેલ સરકારમાં ખાસ વિશ્વાસુ વ્યક્તિ હતા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી જેતે સમયે માવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટા ભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડતા હોય છે.
વાવ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો દાવો, ભાજપ ક્યાંય છે જ નહિ !
વાવ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે જામી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે કહ્યું, ભાજપ ક્યાંય હરીફાઈમાં છે જ નહીં. વાવ બેઠક પર અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર છે, બીજેપી દૂર દૂર સુધી ક્યાંય નથી. તેથી વાવની જનતા પોતાનો કિંમતી મત વેડફે નહીં અને આવતી 13 તારીખે મોટી સંખ્યામા કોંગ્રેસને મત આપે.
ગુલાબસિંહ રાજપૂતના નિવેદન પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વાવના નથી, વાવની જનતા પોતાના દીકરાને જીતાડશે.