આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ઉદ્ઘાટન પહેલા વંદે મેટ્રોનું નામ બદલવામાં આવ્યું, હવે આ નામે ઓળખાશે ટ્રેન

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતને મોટી ભેટ (PM Modi in Gujarat)આપવાના છે. આજે વડા પ્રધાન મોદી અમદાવાદ અને ભુજને જોડતી નવી આધુનિક ટ્રેન સર્વિસ ‘વંદે મેટ્રો’(Vande Metro)નું ઉદ્ઘાટન કરશે. આ પહેલા ભારતીય રેલવે (Indian Raileay)દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ ‘વંદે મેટ્રો’નું નામ બદલ્યું છે, આ ટ્રેન હવે ‘નમો ભારત રેપિડ રેલ’ (Namo Bharat rapid rail) તરીકે ઓળખવામાં આવશે. ,
રેલવે પ્રવક્તાએ આજે આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 4:15 વાગ્યે નમો ભારત રેપિડ રેલને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે.

પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, અમદાવાદ-ભુજ ‘નમો ભારત રેપિડ રેલ’ નવ સ્ટેશનો પર ઉભી રહેશે અને 110 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પાંચ કલાક 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.

અધિકારીઓએ જણાવ્યું કે નમો ભારત રેપિડ રેલ ભુજથી સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ જંકશન પહોંચશે. મુસાફરો માટે નિયમિત સર્વિસ અમદાવાદથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને મુસાફરી માટે ભાડું 455 રૂપિયા પ્રતિ પેસેન્જર હશે.

નમો ભારત રેપિડ રેલને ‘કવચ’ જેવી અદ્યતન સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે કહ્યું કે વંદે મેટ્રો ટ્રેનમાં 12 કોચ હશે, જેમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.

મુસાફરો ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકાશે. આ ટ્રેનને સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારતની તર્જ પર તૈયાર કરવામાં આવી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…