વલસાડ સાયબર સેલે 3.08 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો, બેની આરોપીઓની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડ સાયબર ક્રાઇમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારના ‘ઓપરેશન હન્ટ’ અંતર્ગત મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરતી એક મોટી ટોળકીનો સાયબર સેલ દ્વારા રાજ્ય પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયબર સેલ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 3,08,41,362 ના વ્યવહારોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયબર ફ્રોડના મોટા નેટવર્ક તરફ ઇશારો કરતી આ ઘટના મામલે કાર્યવાહી કરીને વલસાડ સાયબર સેલે મોટી સફળતા મેળવી છે.
ઓપરેશન હન્ટ અંતર્ગત સાયબર ક્રાઈમે કરી કાર્યવાહી
વલસાડ સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે અયુબ કાદિરભાઈ શેખ નામના શખ્સની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સાયબર ક્રાઇમે આરોપીની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અયુબ કમિશનની લાલચે પોતાના અને તેની પત્નીના નામે વિવિધ બેંકોમાં 15 જેટલા એકાઉન્ટ્સ ખોલાવીને તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા કરતો હતો. આ પૂછપરછ દરમિયાન મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા નામનો પણ ખુલાસો થયો હતો.
સાયબર ક્રાઈમની ટીમને 40 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ આરોપીઓ કમિશન મેળવીને અન્ય વ્યક્તિઓના નામે મ્યુલ એકાઉન્ટ્સ ચલાવતા હતા આમની પાસેથી કુલ મળીને 40 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફે મીલો સુરેશભાઈ વાઘેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે મિલન હાલ ફરાર છે. તને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.



