સાબરકાંઠા

ખાખી ફરી એકવાર થઈ શર્મસાર! ઈડરમાં પોલીસકર્મી ભરબજારે દારુના નશામાં ધૂત જોવા મળ્યો…

ઈડર, સાબરકાંઠાઃ ગુજરાત પોલીસે લોકોની સેવા અને સુરક્ષામાં હંમેશા તત્પર રહેતી હોય છે. પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ છે જે ખાખીને શર્મસાર કરી રહ્યાં છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ક્યાં? માત્ર કાગળ પર જ! કારણ કે, સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં પોલીસ કર્મચારી ખૂબ દારૂના નશામાં ધૂત જોવા મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આવા પોલીસ કર્મીના કારણે ખાખીને દાગ લાગ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ખાખી વર્દીને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઈડરમાં પોલીસ કર્મચારીએ ખાખી વર્દીને કલંકિત કરી
સાબરકાંઠાના ઈડરમાં ભરબજારે પોલીસકર્મી નશાની હાલતમાં જોવા મળ્યો હતો. ઈડરના ભર બજારમાં પોલીસકર્મીએ તમાશો મચાવ્યો હતો. દારૂના નશામાં ધૂત ઈડરનો પોલીસકર્મી ગાડીમાં દારૂના નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો. ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો બીજી તરફ પ્રજાનો રક્ષક દારૂના નશામાં ધૂત જોવા મળે છે. દારૂબંધી છે તો દારૂ આવ્યો ક્યાંથી? જેને કાયદાનો અમલ કરાવવાનો છે, તે ખુદ કાયદાનો ભરબજારે ભંગ કરે તો? આ તો રક્ષક જ ભક્ષક બન્યો તેવી સ્થિતિ થઈ છે. પોલીસે દારૂ પીતા લોકોને પકડે છે પરંતુ જેના જ ડિપાર્ટન્ટના કર્મચારીઓ દારૂના નશામાં ધૂત જોવા મળે છે તેનું શું?

ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવ્યો ક્યાંથી?
સાબરકાંઠામાં એક બીજી પણ ઘટના બની હતી. ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કરવી દારૂનું ભરણ લેવા બાબતે ACB ના સકંજામાં આવ્યો છે. તો બીજી તરફ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કર્મી દારૂના નશામાં ધૂત જોતા લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ઇડર બેક આગળ રાજા પાટમાં પોલીસ કર્મચારીને નશામાં જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતા. લોકોએ ઢુલ હાલતમાં પોલીસ કર્મીનો વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. દારૂના નશામાં ધુત થઈ ગાડી ચલાવી પોલીસ કર્મીએ કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત પોલીસ કર્મીએ ટ્રાફિક જામ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button