સાબરકાંઠાના પ્રાંતિજ માં એસ.ટી.બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી

પ્રાંતિજ : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો અને તેના કારણે બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જોકે, આ દરમિયાન બસમાં રહેલ તમામ મુસાફરો સલામત છે.
જોકે, ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ ઘટના બાદ ડ્રાઈવરને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના એસટી બસ હિંમતનગરથી પ્રાંતિજ આવતી હતી ત્યારે બની હતી.
આપણ વાંચો: Ahmedabad માં ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા પોલીસકર્મીનું મૃત્યુ, પોલીસ બેડામાં શોકનો માહોલ…
આ દુર્ઘટનાના તમામ મુસાફરો સલામત
આ ઘટનાની મળતી વિગતો મુજબ એસ.ટીની બસ હિંમતનગરથી પ્રાંતિજ આવતી હતી ત્યારે પ્રાંતિજમાં ચાલુ બસે ડ્રાઇવરને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેના લીધે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. તેમજ બસ ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જોકે, આ દુર્ઘટનાના તમામ મુસાફરો સલામત છે.
આપણ વાંચો: હાર્ટ એટેક નહીં પણ આ કારણે હોસ્પિટલમાં દાખલ થયા અભિનેતા Tiku Talsania, પત્નીએ આપી માહિતી…
ડ્રાઇવરને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
આ દુર્ઘટના સમયે બસમાં 15 મુસાફરો હતા. જ્યારે તમામ મુસાફરોને અન્ય બસમાં બેસાડીને રવાના કરાયા હતા. જ્યારે ડ્રાઈવરને શરીરના ભાગે ઈજા પહોંચી છે અને સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ ત્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.