સાબરકાંઠાના પ્રાંતિજમાં 3 મૌલવી સામે નોંધાઈ ફરિયાદઃ બેની ધરપકડ, એક ફરાર

પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ (Prantij)માં આવેલી મદ્રેસા(Madrasa)માંથી મોડી રાત્રે આઠ બાળકો ભાગી ગયાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાળકો હિંમતનગર રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસ (Railway Police)ને મળી આવ્યા હતા.
પોલીસે આ બાળકોનું મેડિકલ ચેકઅપ કરી તપાસ હાથ ધરતા સામે આવ્યું કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો અને અત્યાચાર સહન નહીં થતાં બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા. આ સમગ્ર બાબતોને ધ્યાને લેતા પોલીસે ત્રણ મૌલવી સામે ફરિયાદ નોંધી હતી, જેમાંથી બે મૌલવીની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામા આવી છે.
આપણ વાંચો: ગોધરામાંથી એટીએસે બે શંકમંદોને ઝડપ્યા, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
પોલીસે બે મૌલવીની ધરપકડ કરી, એક મૌલવી હજી ફરાર
પ્રાંતિજ શહેરમાં આવેલ જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા (Jamia Darul Ehsan Waqf Madrasa) ખાતેથી આઠ બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા. આ બાળકો રેલવે પોલીસને હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા.
હિંમતનગર સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી એ દરમિયાન અસારવા ઉદેપુર ટ્રેનના જનરલ કોચમાંથી ગભરાહટ ભરેલી સ્થિતિમાં આઠ બાળકો મળી આવ્યા હતા.
જેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું. રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમીટ કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: સાણંદમાં એનઆઈએનું સર્ચ ઓપરેશનઃ મસ્જિદ અને મદરેસાની તપાસમાં એક વ્યક્તિની અટકાયત
પ્લાસ્ટિકની પાઇપ વડે મારતા હતા મૌલવીઓ
આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. બાળકો પર ગુસ્સો કરી સોટી, કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મારતા હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં પરંતુ મૌલવીઓ બાળકોને ગડદા પાટુનો માર પણ મારતા હતાં. મૌલવીઓ મદ્રેસાના દરવાજાને તાળુ લગાવી બાળકોને ત્રીજા માળે પૂરી રાખતા હતાં. એટલું જ નહીં પરંતુ બાળકોને બહાર નીકળવાની પણ મનાઈ ફરવાઇ દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકે ત્રણ મૌલવીઓ સામે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આપણ વાંચો: ભુજના મદરેસામાંથી બે કિશોરો અચાનક થયા ગુમ: પરિવાર ચિંતાતુર
મોડી રાત્રે આઠ બાળકો મદ્રેસામાંથી ભાગી ગયાં હતા
પોલીસે બાળકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને ત્રણ મૌલવી સામે ફરિયાદ નોંધી અને તેમાંથી બે મૌલવીની ધરપકડ પણ કરી લીધી છે. મેડિકલ રિપોર્ટમાં જોઈ કઈ શંકાસ્પદ જણાશે તો, પોસ્કો એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ મદ્રેસામાં 50 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા તે પૈકીના 38 બાળકો ત્યાં હાજર હતા. મોડી રાત્રે આઠ બાળકો મદ્રેસામાંથી ભાગી ગયાં હતા. તે 8 બાળકો બિહાર રાજ્યના કટીહાર જિલ્લાના રહેવાસી હતા અને 15 એક દિવસ અગાઉ અહીં અર્થે આવ્યા હતાં.