સાબરકાંઠા

મુંબઈ સમાચારના ધારદાર અહેવાલની અસર! દેરોલ બ્રિજ હવે ભારે વાહનો માટે બંધ

સાબરકાંઠાઃ વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુંબઈ સમાચાર અહેવાલની અસર (Mumbai Samachar Report Impact) જોવા મળી છે. મુંબઈ સમાચાર (Mumbai Samachar)ના અહેવાલ બાદ હિંમતનગર-મહેસાણા હાઇવે (Himmatnagar Mehsana Highway) પરનો દેરોલ બ્રિજ (Derol Bridge) ભારે વાહનો માટે બંધ 60 વર્ષ જૂના પુલ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ સમાચારે જર્જરિત અને જૂના બ્રિજ અંગે અહેવાલ આપ્યો હતો. જે બાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું અને વાહનોની ભારે અવરજવરને માટે બંધ રહેશે તેવું જાહેર કરાવમાં આવ્યું છે.

હિંમતનગર-મહેસાણા હાઇવે પરનો ડેરોલી બ્રિજ ભારે વાહનો માટે બંધ

સાબરમતી નદી પર બનેલા 250 મીટર લાંબા અને 7 મીટર પહોળા દેરોલ બ્રિજ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બીજાપુરથી મહુડી, અનોડિયા, પ્રાંતિજ અને હિંમતનગર થઈને હિંમતનગર જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરાતનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુલ ભારે વાહનો માટે બંધ રહેશે તેવી જાહેર કરવામાં આવી છે.

કલેક્ટેર દ્વારા કેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું?

જાહેરનામાની વાત કરવામાં આવે તો, મહેસાણા-વિજાપુર-હિંમતનગર રોડ (એસ.એચ.-૫૫) પર ગામ-દેરોલ પાસેથી કિમી 146/700 પર આવેલ સાબરમતી નદી ઉપરનો આ દેરોલ બ્રિજ 1966 માં બનાવવામાં આવ્યો હતો. આશરે 59 વર્ષ પહેલા બનેલો આ બ્રિજ અત્યારે જર્જરિત હાલતમાં છે. જેથી આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ભારે વાહનોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જાહેરનામામાં વિજાપુર-દેરોલ-હિંમતનગર (SH-55) ભારે વાહનો માટે બંધ રહેશે. જેથી હવે ભારે વાહનોએ વિજાપુર-મહુડી ચોકડી-અનોડિયા-પ્રાંતિજ-હિંમતનગરના વૈકસ્પિક માર્ગથી અવર-જવર કરવાની રહેશે. જો આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

મુંબઈ સમાચાર હંમેશા લોકોની સમસ્યાને વાચા આપે છે

મુંબઈ સમાચાર દ્વારા કરવામાં આવેલા અહેવાલની સીધી અસર જોવા મળી છે. મુંબઈ સમાચાર દ્વારા હંમેશા લોકોની સમસ્યાને વાચા આપાવમાં આવે છે. લોકોને જે પણ સમસ્યા હોય તે સમસ્યાને મુંબઈ સમાચાર અહેવાલ દ્વારા તંત્ર સુધી પહોંચાડે છે. અત્યારે પણ આ બ્રિજ લોકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતો. જેથી મુંબઈ સમાચાર દ્વારા અહેવાલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ અહેવાલની અસર પણ થઈ અને ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો અને વૈકલ્પિક માર્ગની જાહેરાત પણ કરવામાં આવી છે.

આપણ વાંચો:  શશીકાંત શિંદે એનસીપી (એસપી)ના વડા તરીકે કાર્યભાર સંભાળે તેવી શક્યતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button