
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પરિવારના બે સભ્યોના મોત થયા છે, જ્યારે 3 સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકજ પરિવારના પાંચ સભ્યએ ઝેર ગટગટાવી લેતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો.
આપણ વાંચો: બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે
અમદાવાદ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
પરિવારના સભ્યોને વડાલી બાદ ઇડરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બધાને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે બાળકોને બાદમાં ત્યાંથી અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઘરની આર્થિક સ્થિતિને કારણે પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું હોઈ શકે છે. આ ઘટના વડાલીના સાગરવાડા વિસ્તારમાં બની હતી.
મળતી વિગતો અનુસાર શ્રમિક પરિવારનાં વિનુભાઈ મોહનભાઈ સગર (ઉં.42)એ પત્ની કોકિલાબેન (ઉં.40) અને ત્રણ સંતાન સાથે મળીને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આસપાસના લોકોને ઘટના અંગે જાણ થતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા.
આપણ વાંચો: લાતુર પાલિકાના કમિશનરનો માથામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ…
આર્થિક મુશ્કેલીનાં કારણે ભર્યું આ પગલું
વિનુભાઈ સગર પરિવાર સાથે વડાલીના સાગરવાડા વિસ્તારમાં રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. પ્રાથમિક વિગતો અનુસાર આર્થિક મુશ્કેલીઓના કારણે તેમણે આખા પરિવાર સાથે ઝેર ગટગટાવી લીધું હતું.
ત્યાર બાદ તમામની તબિયત લથડવા લાગી હતી અને ઘરની અંદરથી આવતા અવાજ સાંભળીને પડોશીઓ દોડી આવ્યા હતા. પડોશના લોકોએ તાત્કાલિક બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ હાલત વધુ ખરાબ થતી જોઈને ડોક્ટરોએ તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ રીફર કર્યા હતા. ઝેરની અસર વધુ હોવાથી ત્રણેયની તબિયત ગંભીર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: યુવકે છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ: આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ બે પિતરાઇની ધરપકડ
પોલીસે હાથ ધરી વધુ તપાસ
પરિવારના વડા વિનુભાઈ મોહનભાઈ સાગર (૪૪ વર્ષ) અને તેમના પત્ની કોકિલા ભાભી (૩૩ વર્ષ)નું હિંમતનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પુત્રીઓ ક્રિષ્ના ઉર્ફે ભૂમિકા બેન (19), નીરવ કુમાર (17), નરેન્દ્ર કુમાર ઉર્ફે શંકર (15)એ ઝેરી દવા પી લીધી હતી.
પોલીસ તમામના નિવેદનો નોંધીને મામલાની વધુ તપાસ કરી રહી છે. મૃતકના મોબાઈલ ફોન પરથી તપાસ કરવામાં આવશે તથા આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરવાને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં શોકની લાગણી વ્યાપી હતી.