સાબરકાંઠા

છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 5 ઈંચ વરસાદ ખાબકયો; ખેડવા ડેમ ઓવરફ્લો, ખેતરો બેટમાં ફેરવાયા

સાબરકાંઠાઃ સાબરકાંઠાના વડાલીમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે, તો ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત ગ્રામ્યમાં વરસાદ નોંધાયો છે. કડિયાદરા, ચોટાસણ, ચોરવાડમાં વરસાદના કારણે નદીનાળા છલકાયા છે. સાબરકાંઠાના વડાલીમાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. વડાલીમાં થયેલા ભારે વરસાદના વરસાદથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે. એટલું જ નહીં પરંતુ વડાલી અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યાં છે, પાણી ભરાવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

ઇડર અને પ્રાંતિજમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો

ખેડબ્રહ્મા પંથકની વાત કરવામાં આવે તો, 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે, ઇડર અને પ્રાંતિજમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અત્યારે હરણાવ નદી પરનો ખેડવા ડેમ ઓવરફ્લો થયો છે. અહીં ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલીને 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવક વધતા વધુ 2 દરવાજા ખોલવાની તૈયારી છે. મહત્વનું છે કે, ખેડવા ડેમનો દરવાજો ખોલતા હરણાવ નદી બેકાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને સાબરકાંઠામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

સાબરકાંઠા-ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ પર પણ પાણી ભરાયા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સાબરકાંઠા-ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ પર પણ પાણી ભરાયા છે. વડાલી રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વાહનો પાણીમાં બંધ પડી ગયા છે. સવારના સમયે મુખ્ય માર્ગ મોટાભાગના વાહન ચાલાકો રાહદારીઓ સહિત મુસાફરોને હાલાકી પડી રહી છે, હિંમતનગર ખેડબ્રહ્મા રેલ્વે લાઈનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે અત્યાર સુધીમાં કામગીરી કરવામાં આવી નથી. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું છે. ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે આવેલા ધોધમાર વરસાદથી હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હરણાવ નદી ભયજનજક સપાટીથી વહી રહી હોવાથી કોઈ જાનહાનિ થયા તે પહેલા જ નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે, અને નદી કિનારે નહી જવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે સાથે વધુ વરસાદના કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં છે.

આ પણ વાંચો…ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ? આ રહ્યા છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button