પાટણ

પાટણમાં ક્લેક્ટર કચેરીને ‘બોમ્બ’થી ઉડાવવાની મળી ધમકી, સુરક્ષા તંત્ર હરકતમાં પણ

પાટણઃ ગુજરાતમાં હવે બોમ્બથી ઉડાવી દેવાના મેઈલ મળ્યા બાદ સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું છે. હજુ ગઈ કાલે વડોદરાની એક જાહેર કંપનીને બોમ્બથી ઉડાવી દેવનો મેઈલ આવ્યો હતો, જ્યારે હવે ફરી પાટણના કલેક્ટરને મેઈલ મળ્યા પછી પ્રશાસનનો જીવ પડિકે બંધાયો હતો.

પાટણના કલેક્ટરને મેઈલ આવ્યો કે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. નોંધનીય છે કે આવી ધમકી મળતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. બોમ્બથી ઉડાવી દેવાના ધમકીનો મેલઈ આવતાની સાથે જ કલેક્ટર સહિત 200 કર્મચારીને સ્ટાફ ઓફિસની બહાર દોડી આવ્યો હતો.

આપણ વાંચો: વડોદરાની GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી…

બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાટણ કલેક્ટરને આ ઇમેઇલ 01:45 વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ સ્થિતિને ગંભીરતાથી લેતા સત્વરે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો દોડી આવ્યો અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરી દીધી હતી. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી. નોંધનીય છે કે 3 વાગ્યા સુધીમાં કોઈ ઘટના ના બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આપણ વાંચો: એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બુલઢાણાથી બે પકડાયા

ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરી પણ કંઈ મળ્યું નહી!

નોંધનીય છે કે, કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસ દ્વારા આ ઘટનાની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી પરંતુ કંઈ મળ્યું નથી.

વડોદરાની કંપનીને બોમ્બથી ઉડાવવાની મળી હતી ધમકી

આ પહેલા વડોદવામાં આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. GIPCL કંપનીના અધિકારીને મેઈલમાં ધમકી મળી છે કે, કંપનીને બોમ્બથી ઉડાવી દઈશું.

આ સમગ્ર બાબતને લઈને કંપનીએ પોલીસને જાણ કરી હતી જેથી SOG, ક્રાઈમ બ્રાંચ, PCB અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા અત્યારે બોમ્બ સ્કવોડની ટીમ પણ ઘટનાસ્થળે બોલવામાં આવી હતી, પરંતુ અહીં પણ કંઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાનમાં નહીં આવ્યા પછી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button