રાધનપુરના પીપળી ગામ નજીક પાંચ વાહન વચ્ચે સર્જાયો અકસ્માતઃ ચારનાં મોત | મુંબઈ સમાચાર
પાટણ

રાધનપુરના પીપળી ગામ નજીક પાંચ વાહન વચ્ચે સર્જાયો અકસ્માતઃ ચારનાં મોત

રાધનપુરઃ પાટણ જિલ્લામાં રાધનપુર નજીક મોટી પીપળી ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે પાંચ વાહન વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકો અચાકન કાળનો કોળિયો બન્યા હતા, જ્યારે પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની ખબર મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને મદદ કરવા લાગ્યાં હતાં.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ તેમ જ આસપાસની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતાં, જેમાંથી ત્રણ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.

આપણ વાંચો: અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 52.65 લાખ વળતર ચૂકવવાનો આદેશ…

રસ્તાની એક બાજુ બંધ હોવાથી સર્જાયો અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ મોટી પીપળી નજીક રોડનું કામ ચાલુ હોવાથી રસ્તાની એક સાઇડ બંધ હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રોડની એક સાઈટ બંધ હોવાતી એક ટ્રેલર રોંગ સાઇડમાં આવી રહ્યું હતું અને તે પ્રથમ બોલેરો પિકઅપ સાથે અથડાયું હતું. ત્યારબાદ પાછળ આવતી જીપ અને બે બાઈક પણ અથડાયા હતા.

આ ભારે અથડામણથી પાંચેય વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી રસ્તો ક્લીયર કરાવ્યો અને અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરી દીધી છે.

આપણ વાંચો:  કચ્છમાં વિતેલા ૨૪ કલાક દરમ્યાન આપઘાત-અકસ્માતની અલગ-અલગ દુર્ઘટનાઓમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત

મૃતકોની વાત કરવામાં આવે તો મોટી પીપળીના દેસાઈ લક્ષ્મણભાઈ નાગજીભાઈ, ઊંચોસણના યશ રૂડાભાઈ રબારી, અગીચાના ગામના કનુભાઈ માધાભાઈ રાવળ અને ખેરવા દસાડાના નસીબ ખાન દિલદાર ખાન મલિકનો સમાવેશ થાય છે.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા અને દુર્ઘટનામાં સામેલ વાહનોને કબજે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે હોસ્પિટલ પહોંચી પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હોવાનું જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button