
પાટણઃ ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જે જર્જરિત હાલતમાં હોવા છતાં પણ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આવી જર્જરિત શાળાઓ હોવા છતાં તંત્ર દ્વારા શા માટે કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી? ગુજરાત રાજ્યમાં પુલ દુર્ઘટના બાદ સરકારી ઇમારતોની તપાસ ચાલી રહી છે.
તેમાં પણ હજી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તેવામાં એ પણ ધ્યાન રાખવાની જર્જરિત શાળાઓ અંગે પણ ધ્યાન આપવામાં આવે! રાજસ્થાનમાં એક જર્જરિત શાળાની છત પડી ગઈ હોવાથી 6 જેટલા બાળકોના મોત થયાં હતાં. તો ગુજકાતમાં શાળાઓની હોલત કેવી છે?
આપણ વાંચો: રાજસ્થાનમાં શાળા દુર્ઘટના: જર્જરિત છત ધરાશાયી થતાં 7 વિદ્યાર્થીના મોત, 10 શિક્ષક-અધિકારી સસ્પેન્ડ…
પાટણ જિલ્લામાં 50 થી વધુ શાળાઓના ઓરડાઓ જર્જરિત
એક અહેવાલ પ્રમાણે પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. પાટણ જિલ્લામાં 50 થી પણ વધારે શાળાઓના ઓરડાઓ જર્જરિત અને ભયજનક હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. છાણીયાધર ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ અત્યંત દયનીય છે.
અહીં છેલ્લા 8 વર્ષથી શાળાના રૂમ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે. આ શાળામાં ધોરણ 1 થી 8 અને બાલવાટિકા સહિત કુલ 195 બાળકો અભ્યાસ કરે છે. તેમના પર રોજ જોખમ તોળાઈ રહ્યું છે. સરકારી શાળા હોય તે સમારકામ નહીં કરવાનું એમ? વાલીઓએ પણ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
વિદ્યાર્થીઓ હવે બહાર શેડ નીચે ભણાવવા મજબૂર બન્યા
વધારે વિગતે વાત કરવામાં આવો તો સુવિધાઓના અભાવના કારણે શિક્ષકો બાળકોને શાળાની બહાર, ટપાલના ટેન્ટ જેવા શેડમાં ભણાવવા મજબૂર બન્યા છે. વાલીઓ અને આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી નવા રૂમ મળ્યા નથી.
આખરે ક્યારે આ શાળામાં કામગીરી કરવામાં આવશે? બાળકોએ પણ તંત્રને વિનંતી કરી છે કે, અમારી શાળાનું કામ સત્વરે કરવામાં આવે! આવી તો પાટણ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં અનેક શાળાઓ જર્જરિત હાલતમાં હોવાના અહેવાલ મળ્યાં છે. જેથી સરકારે આ મામલે તપાસ કરવી જોઈએ અને જે પણ શાળા જર્જરિત હાલતમાં હોય તેનું સત્વરે સમારકામ માટે કામગીરી શરૂ કરવી જોઈએ.