પાટણ

સ્વાસ્થ્ય સાથે ચેડાંઃ પાટણમાંથી 1 કરોડનું નકલી ઘી ઝડપાયું…

પાટણઃ રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતાં ઇસમો સામે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પાટણમાં દિવસ પહેલા રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. અહીં શંકાસ્પદ ખાદ્યચીજોનું ઉત્પાદન અને મિલાવટ થતી હોવાની બાતમી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. ગોડાઉનને સીલ મારીને સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા.

તપાસ દરમિયાન પેઢીમાં પામ કર્નલ ઓઈલનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ઘી બટરમાંથી બનાવતા હોવાનું કર્મચારીઓએ કહ્યું હતું પરંતુ બટરનો જથ્થો મળ્યો નહોતો. જેથી ઘીમાં ભેળસેળની શંકાએ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તંત્રએ એક કરોડથી વધુની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: Gujarat Weather: ગરમીમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો બન્યા ચિંતિત, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ

આ ઉપરાંત અમદાવાદમાં શિવશંભુ ડેરી પ્રોડ્ક્ટ નામની ફેક્ટરી પર દરોડો પાડીને 1300 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ નકલી ઘી અમદાવાદની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોકલવામાં આવતું હતું. 50 ટકા અસલી ઘીમાં 50 ટકા મિલ્ક પાવડર, વનસ્પતિ તેલ અને પામોલિન તેલ ભેળવવામાં આવતું હતું.

આ પણ વાંચો: આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, સિંધીઓના નવા વર્ષની પણ શરૂઆત…

ફૂડ વિભાગની ટીમે બોડીવોર્ન કેમેરા સાથે રેડ પાડીન બનાવટી ઘી પકડી પાડ્યું હતું. તેમજ નિકોલ ગામ રોડ પર આવેલી સતનામ ડેરીમાંથી 144 કિલો પનીર તથા વસ્ત્રાલની શક્તિધારા સોસાયટીમાં આવેલા પનીરના ગોડાઉનમાં પણ 119 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button