ટોપ ન્યૂઝમહેસાણા

મહેસાણાના સુંદરપુરા ગામે દીવાલ ધસી પડતાં 6 લોકો દટાયા, 3નાં મોત

મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં એક દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તોને વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

કેવી રીતે બની ઘટના

સુંદરપુર ગામમાં એક મકાન બનતું હતું. મકાનની એક દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા. તમામ 6 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 3ના મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા 3 શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગામમાં રહેતા અશ્વિન પટેલ નામના વ્યક્તિ જૂનું મકાન તોડીને નવું મકાન બનાવતા હતા. આ મકાનની કામગીરી ચાલતી હતી ત્યારે બાજુની જૂની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. ઘટનાના પગલે ગામલોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે દટાયેલા કોન્ટ્રાક્ટર, શ્રમિકો સહિત છ લોકોમાંથી ત્રણ લોકોના મોત થયા હતા. એકને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે બે ને સામાન્ય ઈજા થઈ હતી. બનાવના પગલે ગામમાં અને મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ફેબ્રુઆરી 2025માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક ડી માર્ટ મોલની નિર્માણાધીન સાઈટ પર ભેખડ ઘસી પડવાની ઘટના બની હતી. ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button