
મહેસાણાઃ ગુજરાતમાં બહેન-દીકરીઓની સુરક્ષા પર સવાલો સર્જાય તેવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે ત્યારે જિલ્લાના વિસનગરમાં સગીરા પર ગેંગરેપની શરમજનક ઘટના બની છે. અહીં એક 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું છે. છ નરાધમીઓએ અલગ અલગ જગ્યાએ લઈ જઈને વારાફરથી આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સતત બે દિવસ સુધી ગુમ રહી હતી. શનિવારે આ સગીરા ગાયબ થઈ હતી જે છેક સોમાવારે ઘરે પહોંચી હતી. સમગ્ર હકીકત પ્રકાશમાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વિસનગરમાં બની ચોંકાવનારી ઘટના
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો ચોથી ઓક્ટોબરે એટલે કે શનિવારે રાત્રિના સમયે બહાર નીકળી હતી. આ દરમિયાન પવન ઠાકોર અને વિજય ઠાકોર નામના નરાધમે અપહરણ કર્યું હતું. પવન ઠાકોર અને વિજય ઠાકોર બન્ને સગીરાને સુમસામ જગ્યાએ લઈ જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ નરાધમો આ સગીરાને ત્રણ ટાવર પાસે ઉતારીને ફરાર થઈ ગયાં હતાં. અહીંથી સગીરા ઘરે જતી હતી તે વખતે સોહમ ઠાકોર નામના વ્યક્તિએ ફરી સગીરાનું અપહરણ કર્યું અને તેને પવન ઠાકોરની ઓફિસ લઈ ગયો હતો. અહીં રાજ ઠાકોર અને સોહમેં દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો: ગુરૂગ્રામ સામૂહિક દુષ્કર્મ કેસમાં અભિનેતા આશિષ કપૂરના 14 દિવસના રિમાન્ડ મંજૂર
15 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવી
સગીરાની સાથે યાતનાઓ અહીં પણ પૂર્ણ થતી નથી, કારણ કે, આ નરાધમીઓએ દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને આદર્શ સ્કૂલ પાસે ઉતારી દીધી હતી. અહીંથી પ્રકાશ મોદી અને બીજો એક શખ્સ કિશોરીને તેના ઘરે છોદી દેવાનું કહીને પોતાની સાથે લઈ ગયા હતા. પ્રકાશ મોદી અને અજણાવ્યા શખ્સે પણ સગીરા પર બે દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાનોએ એક માસૂમ દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. આવા લોકો સમાજ માટે કલંક છે.
મંગળવારે મોડી રાત્રે સગીરાએ સમગ્ર હકીકત જણાવી
સતત બે દિવસથી દીકરી ગુમ રહેતા પરિવાર ચિંતિત થઈ ગયો હતો. જેથી પરિવારે દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી. સગીરા છેક સોમવારે ઘરે પહોંચી હતી. દીકરી ઘરે આવતા પરિવારે હાશકારો લીધો હતો, પરંતુ દીકરી સાથે કઈ અજૂગતું થયું હોવાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. ઘરે પરત ફર્યા બાદ પરિવારજનો અને પોલીસે શાંતિથી સગીરા સાથે પૂછપરછ કરી હતી. જોકે, મંગળવારે મોડી રાત્રે આ દીકરીએ સમગ્ર હકીકત જણાવી હતી. સમગ્ર હકીકત જાણીને પરિવારજનો ચોંકી ગયાં હતા.
આ પણ વાંચો: કોલકાતાની લો કોલેજમાં સામૂહિક દુષ્કર્મ: ત્રણ જણની ધરપકડ, રાજકીય ગરમાવો
ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓની ધરપકડ
મળતી વિગતો પ્રમાણે પોલીસે વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક અજાણ્યા શખ્સ એમ કુલ મળીને છ નરાધમો સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ વિસનગર પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
અત્યારે આ તમામ આરોપીઓને કડકમાં કડક સજા આપવા માટે માંગણીઓ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં અત્યારે લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો છે. વિસનગરવાસીઓમાં અત્યારે આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો છે.