મહેસાણા

લૂંટેરી દુલ્હને 15થી વધુ લગ્ન કરી લાખો રૂપિયા ખંખેર્યા, યુવતી સહિત 6 ઝડપાયા

મહેસાણાઃ ગુજરાતના કેટલાક વિસ્તારમાં લૂંટેરી દુલ્હનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એક યુવતીએ એક બે નહીં પરંતુ 16 વખત લગ્ન કરીને યુવકો અને તેમના પરિવારને છેતર્યા હતાં. આ લૂંટેરી દુલ્હન અને દલાલ દ્વારા લગ્નના બહાને લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની લૂંટ કરવામાં આવતી હતી. આ મામલે યુવકના પરિવારે ફરિયાદો પણ નોંધાવી હતી. જેથી પોલીસ લૂંટેરી દુલ્હન સહિત દલાલને શોધવા માટે તપાસ કરી રહી હતી. જેમાં લૂંટેરી દુલ્હન અને દલાલ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ 16 પરિવાર સાથે લગ્નના નામે ઠગાઈ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ ટોળકીએ 16 પરિવાર સાથે લગ્નના નામે ઠગાઈ કરી

આ સમગ્ર મામલે પોલીસે મહેસાણામાં લૂંટેરી દુલ્હન અને અન્ય પાંચ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ટોળકી બોગસ દસ્તાવેજો દ્વારા લગ્નના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવતી હતી. લગ્નના નામે લાખો રૂપિયા ખંખેરનાર મહેસાણાની એક ટોળકીને મહેસાણા પોલીસે ઝડપી પાડી હતી. મહેસાણા પોલીસે ચાંદની ઠાકોર, રશ્મિકા પંચાલ, દલાલ રાજેશ ઠક્કર સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી.

દલાલ રાજેશ લગ્ન ઈચ્છુક યુવકો શોધીને લાવતો

પોલીસ કાર્યવાહી પ્રમાણે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં દલાલ રાજેશ લગ્ન ઈચ્છુક યુવકો શોધીને લાવતો હતો. આ દલાલ તે યુવકોના લગ્ન કરાવતો હતો. લગ્ન પણ આ બે યુવતીઓમાંથી કોઈ એક સાથે કરાવવામાં આવતા હતાં. લગ્ન કર્યાના થોડા જ દિવસોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતી હતી. આ ઠગ ટોળકીએ એક બે નહીં પરંતુ 18 વખત લગ્ન કરીને આશરે 52 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આવા 1200 જેટલાં દલાલો છે. જેથી મહેસાણા પોલીસે સમગ્ર રેકેટ મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button