મહેસાણા

મહેસાણામાં હોમગાર્ડ ઈન્ચાર્જ ઓફિસર 2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, કાર્યવાહી શરૂ…

મહેસાણાઃ ગુજરાત એસીબી દ્વારા ભ્રષ્ટ કર્મચારીઓને ઝડપી પાડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોમગાર્ડ યુનિટ વિસનગર, જિ.મહેસાણા ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જ કમાન્ડિંગ ઓફિસર હરેશકુમાર મંગળદાસ રાઠોડ રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા અરજી કરી હતી. આ બદલી કરાવી આપપા માટે રૂપિયા બે હજારની લાંચ માંગવામાં આવી હતી.

બદલીની ફાઈલના કાગળો આપવા માટે આરોપીએ લાંચ માંગેલી

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, ફરિયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા માટે એક અરજી કરી હતી. જે અરજી આધારે ફરિયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થઈ હતી. જે બદલીની ફાઈલના કાગળો આરોપીએ ફરિયાદીને આપવા માટે 2000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદ આરોપીને લાંચ આપવા નહોતા માંગતા. જેથી તેણે ફોન કરીને એસીબીને જાણ કરી હતી. જે બાદ એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં આજ રોજ ફરિયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના રૂપિયા લીધા હતા. લાંચના રૂપિયા લેતા એસીબીએ આરોપીને રંગે હાથે ધડપી લીધા હતા. હવે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં 13 ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા, હર્ષ સંઘવીનો વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે

કોઈ લાંચ માંગે તો તરત એસીબીને જાણ કરવી જોઈએ

એસીબી દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવતી રહે છે કે, તમારી પાસે કોઈ પણ એક રૂપિયાની પણ લાંચ માંગે છો તો સૌથી પહેલા 1064 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી દેવી જોઈએ. તમારી ફરિયાદના આધારે એસીબી દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવશે અને જે તે લાંચિયા કર્મચારી કે અધિકારીની ધરપકડ કરી લેવામાં આવશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button