અમેરિકામાં ગુજરાતીનો 'U-Visa' કાંડ: નકલી લૂંટ કરીને કરોડો કમાવ્યો, જેલની સજા મળી | મુંબઈ સમાચાર
મહેસાણા

અમેરિકામાં ગુજરાતીનો ‘U-Visa’ કાંડ: નકલી લૂંટ કરીને કરોડો કમાવ્યો, જેલની સજા મળી

મહેસાણાઃ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો અમેરિકા અને કેનેડા જાય છે પરંતુ ઉત્તર ગુજરાતના રહેવાસી રામ ભાઈ પટેલે અમેરિકાના વિઝા મેળવવા માટે નકલી લૂંટ ચલાવી હતી. રામભાઈ પટેલે આમાંથી 8,50,000 ડોલર એટલે કે સાત કરોડ રૂપિયા કમાયા હતા, પરંતુ એક પછી એક લૂંટ અને પછી પીડિત દુકાનદાર દ્વારા સ્પેશિયલ કેટેગરીના વિઝા માટે અરજી કર્યા પછી યુએસ ફેડરલ એજન્સીને શંકા ગઈ.

જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે રામભાઈ પટેલના કાવતરાનો પર્દાફાશ થયો હતો. આ ગેરરીતિનો પર્દાફાશ થતા અમેરિકન કોર્ટે રામ પટેલ (38)ને 20 મહિના અને 8 દિવસની જેલની સજા ફટકારી છે. સજા પૂર્ણ થયા બાદ રામ પટેલને ભારત ડિપોર્ટ કરવાની શક્યતા છે.

આપણ વાંચો: પહેલા વિઝા રદ થશે પછી ડિપોર્ટ: અમેરિકામાં રહેતા ભારતીયો સમજી લો આ ‘નિયમ’…

મૂળ ઉત્તર ગુજરાતના રામ પટેલે અમેરિકામાં 18 નકલી સશસ્ત્ર ડકેતીઓનું યોજના બનાવી હતી, જેના માટે તેને અમેરિકન ફેડરલ કોર્ટે 20 મહિના અને 8 દિવસની જેલની સજા સંભળાવી છે.

રામ પટેલ અને તેના સાથીદાર બલવિંદર સિંહે આ લૂંટનું ષડયંત્ર રચીને દુકાનના કર્મચારીઓને યુ-વિઝા મેળવવા માટે ખોટા દાવા કરવામાં મદદ કરી. આ ગેરરીતિનો ખુલાસો થતા અમેરિકી ન્યાય વિભાગે કડક પગલા લીધા અને સજા પૂર્ણ થયા બાદ રામ પટેલને ભારત પરત મોકલવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ન્યૂ યોર્કમાં રહેતા રામ પટેલે મે 2025માં પોતાનો અપરાધ કબૂલ્યો હતો અને 20 ઓગસ્ટ, 2025ના રોજ તેને સજા સંભળાવવામાં આવી. અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, માર્ચ 2023થી રામ પટેલ અને પંજાબના બલવિંદર સિંહે મેસેચ્યુસેટ્સ સહિત અમેરિકામાં 18થી વધુ સુવિધા સ્ટોર્સ, દારૂની દુકાનો અને ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટમાં નકલી ડકેતીઓનું આયોજન કર્યું.

આપણ વાંચો: અમેરિકા H-1B વિઝાના નિયમો બદલશે: નવો નિયમ ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરશે?

આ ડકેતીઓનો ઉદ્દેશ દુકાનના કર્મચારીઓને યુ-વીઝા માટે અરજી કરવા માટે હિંસક અપરાધના શિકાર તરીકે દાવો કરવાની તક આપવાનો હતો.

યુ-વિઝા શું છે?

યુ-વિઝા એવા લોકો માટે ઉપલબ્ધ છે, જેઓ ગંભીર અપરાધોના શિકાર બન્યા હોય અને જેમણે માનસિક કે શારીરિક શોષણનો સામનો કર્યો હોય, તેમજ કાયદા અમલીકરણ એજન્સીને તપાસમાં મદદ કરી હોય. આ નકલી લૂટ દરમિયાન એક નકલી લૂંટારો બંદૂક જેવી દેખાતી વસ્તુથી કર્મચારીઓને ધમકાવીને રોકડ લઈને ભાગી જતો હતો, અને આ આખી ઘટના નિરીક્ષણ કેમેરામાં રેકોર્ડ થતી હતી.

પીડિતોએ આ નકલી ડકેતીઓમાં ભાગ લેવા માટે રામ પટેલને 20,000 ડોલર સુધીની ચૂકવણી કરી હતી, જ્યારે દુકાન માલિકોને તેમની દુકાનોનો ઉપયોગ આ ષડયંત્ર માટે કરવા બદલ ચૂકવણી કરવામાં આવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button