મહેસાણા

મહેસાણામાં ACBએ BND એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટરે 500ની લાંચ લેતા ઝડપાયો

મહેસાણા: ગુજરાતમાં એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી રહે છે. લાંચખોરી સામે કડક કાર્યવાહી કરતી એસીબીની ટીમે મહત્વની સફળતા મળી છે. ફિટનેસ સેન્ટરમાં કામ કરતા એક ડેટા એન્ટ્રી ઓપરેટરને 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટરે ફરિયાદી પાસે લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને છટકું ગોઠવ્યું હતું.

બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટરની ધરપકડ

વિગતે વાત કરીએ તો, આ ટ્રેપ તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ ગોઠવવામાં આવી હતી. ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેણે પોતાની લોડિંગ રીક્ષાનું રી-પાર્સિંગ કરવા માટે ઓનલાઈન અરજી કરી હતી. આરોપી અમિતકુમાર પ્રહલાદભાઈ પટેલ (ઉં. 35), જે બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરે છે, તેને અરજી મળ્યા પછી કાયદેસર ફી સિવાય વધારાના 500 રૂપિયાની લાંચની માંગ કરી હતી. ફરિયાદીએ આ લાંચ આપવાનો ઇનકાર કર્યો અને તરત જ મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો.

500 રૂપિયાની લાંચ આરોપીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો

ફરિયાદના આધારે એસીબીએ તાત્કાલિક લાંચના છટકાનું આયોજન કર્યું અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 500 રૂપિયાની લાંચ સ્વીકારી લીધી હતી. ટ્રેપ બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરની બહાર, સેન્ધણી પાર્લર ખાતે તૈયાર કરવામાં આવી હતી, જ્યાંથી આરોપીને રંગે ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચની સંપૂર્ણ રકમ પાછી રિકવર કરવામાં આવી છે. આ સાથે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button