ગાંધીનગર

વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ

વડનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેમણે વડનગરમાં જુદા જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભાને સંબોધન કર્યું હતું.

અમિત શાહે કહ્યું, વડનગરની સંસ્કૃતિનો ઇતિહાસ ઘણો જૂનો છે. જે શાળામાં નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો તે શાળામાં અનેક બાળકો શિક્ષણો લઈ રહ્યા છે. વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુ છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી લઈ વડાપ્રધાન બન્યા એ વચ્ચેની યાત્રામાં તેમણે દેશનું ઘણું ભલું કર્યું છે. મોદી આરએસએસના પ્રચારક બન્યા ત્યારે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કર્યુ અને ગરીબો વિશે જાણકારી મેળવી. ગરીબોની સેવા કરવાનું કામ પીએમ મોદીએ કર્યું હતું. ગુજરાતનું એકેય ક્ષેત્ર એવું નથી જ્યાં વિકાસ ન થયો હોય.

આપણ વાંચો: મોદીના વડનગરને જિલ્લો બનાવવા વડગામ ભેળવ્યું છે તો.. જીગ્નેશ મેવાણીને ચઢ્યો ભાદરવાનો તાપ…

આ ઉપરાંત તેમણે કહ્યું, દેશની સેના અને દેશની સીમા સાથે કોઈ દખલગીરી નથી કરતું, જો કોઈ કરે તો એમને પરિણામ ભોગવવું પડી શકે છે.

આપણ વાંચો: વડનગરથી વિશ્ર્વ સુધીની જીવનયાત્રાના મહાયાત્રિક- શ્રી નરેન્દ્રભાઈ મોદી

અમિત શાહે મ્યુઝિકલ મ્યુઝિયમને લઈ કહ્યું, સમગ્ર વિશ્વમાં આવું મ્યુઝિયમ નથી. આ પરિકલ્પના કરીને માત્રને માત્ર નરેન્દ્ર મોદી જ કરી શકે છે. આમ કરીન તેમણે માત્ર વડનગર જ નહીં ગુજરાત અને દેશની સંસ્કૃતિને વિશ્વના નકશા પર રાખવાનો પ્રયાસ કર્યો છે. 2500 વર્ષની યાત્રા આ મ્યુઝિયમમાં નીહાળી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button