પ્રદીપસિંહ જાડેજાને અચાનક મહત્વ મળતાં ભાજપમાં હલચલ, જાણો સોંપાઈ કઈ જવાબદારી ? | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

પ્રદીપસિંહ જાડેજાને અચાનક મહત્વ મળતાં ભાજપમાં હલચલ, જાણો સોંપાઈ કઈ જવાબદારી ?

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે નવું ‘આત્મનિર્ભર સંકલ્પ ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનની ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમલમથી જાહેરાત કરી હતી. ગુજરાતમાં આ અભિયાન માટે પ્રદીપસિંહ જાડેજાને ઈન્ચાર્જ બનાવાયા છે. અચાનક જ પ્રદીપસિંહ જાડેજાને મહત્ત્વ મળતાં ભાજપમાં હલચલ શરૂ થઈ પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મહામંત્રી રજની પટેલે પણ અભિયાનને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. આ અભિયાન દ્વારા ભાજપ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવાનો મહત્વાકાંક્ષી પગલું ભરી રહી છે, જે દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ આપશે.

કોણ છે પ્રદીપસિંહ જાડેજા

પ્રદીપસિંહ જાડેજા ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી, કાયદા અને ન્યાય, ઊર્જા, વૈધાનિક અને સંસદીય બાબતો જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોના મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ અમદાવાદની વટવા અને અસારવા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

સી આર પાટીલે કાર્યક્રમમાં કહ્યું હતું, ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા વિનંતી કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. સ્વદેશીનો હેતુ કોઈપણ ઉત્પાદનનો બહિષ્કાર કરવાનો નથી, પરંતુ લોકોને ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોનો ઉપયોગ કરવા વિશે જાગૃત કરવાનો છે. તેમણે જણાવ્યું કે લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ મીડિયા રીલ્સ બનાવવામાં આવશે, જ્યારે સ્વદેશી ચીજવસ્તુઓ સંબંધિત વક્તૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાઓ યોજવામાં આવશે. મહિલાઓ અને યુવા વેપારીઓ માટે પરિષદોનું આયોજન કરવામાં આવશે.

‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો ખરીદવાના વિચારને પ્રોત્સાહન આપવા માટે 90 દિવસમાં 1,000 થી વધુ મેળાઓ યોજાશે, અને 20,000 થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ વર્કશોપ આયોજિત કરવામાં આવશે.ભાજપના કાર્યકરો દ્વારા પદયાત્રાઓ (ફૂટ માર્ચ) યોજવામાં આવશે, અને સ્વદેશી ચીજવસ્તુઓ વેચતા દુકાનદારોને પ્રમાણપત્રો (સર્ટિફિકેટ) એનાયત કરવામાં આવશે.

તેમણે કહ્યું, વડા પ્રધાને દેશવાસીઓને માત્ર આપણા દેશમાં બનેલા ઉત્પાદનો જ ખરીદવા માટે અપીલ કરી છે. ભારતમાં બનેલા અને આપણા લોકોની મહેનતથી બનેલા ઉત્પાદનોને સ્વદેશી ગણવામાં આવે છે. પાટીલે જણાવ્યું કે પીએમ મોદી ભારપૂર્વક કહી રહ્યા છે કે ભારત 2047 સુધીમાં આત્મનિર્ભર બનશે તો જ વિકસિત રાષ્ટ્ર બનશે. તેમના આહ્વાન બાદ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ અભિયાનને સફળ બનાવવાની જવાબદારી ભાજપના કાર્યકરોને સોંપી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના લોકોને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, દેશના લોકોને વડા પ્રધાનમાં અપાર વિશ્વાસ છે. તેમણે આપેલા દરેક આહ્વાનનો લોકોએ આદર કર્યો છે અને તેને જનઆંદોલનમાં ફેરવ્યો છે. મને આશા છે કે આ પણ જનઆંદોલન બનશે.તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત દરેક ક્ષેત્રમાં વિકાસમાં મોખરે રહ્યું છે, અને લોકોને વિશ્વાસ છે કે દેશ સતત પ્રગતિ કરતો રહેશે. પટેલે કહ્યું કે ભારતની આર્થિક વ્યવસ્થા ખૂબ જ મજબૂત બની છે, અને દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટા અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button