ગાંધીનગર

ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે

ગાંધીનગર: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં એક સમાચાર મળી રહ્યાં છે, આવતીકાલે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજવાની છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક મંગળવાર સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે તેવું જાણવા મળ્યું છે. આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સમીક્ષા તથા સુઝાવો માટે સમયાંતરે યોજવામાં આવતી હોય છે.

સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલ યોજાશે 187મી બેઠક

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવતીકાલે યોજાતી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજરો અને અધિકારીઓ પણ સહભાગી થવાના છે. 2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરાશે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો ‘વિકસિત ગુજરાત’ને સાર્થક કરવાનો મંત્ર: જાણો ‘ચિંતન શિબિર’ના સમાપનમાં શું કહ્યું

આ ઉપરાંત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી દ્વારા સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં વિવિધ યોજનાકીય ક્ષેત્રોમાં બેંકોની થયેલી કામગીરીની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ અને સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે. ગાંધીનગરમાં આવેલા સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં આ 187મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ સહિત અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button