બાળકો અને વિદ્યાર્થીઓને જ નહીં, વિધાનસભ્યોને પણ મોબાઈલના ઉપયોગ માટે આપવો પડે છે ઠપકો…

ગાંધીનગરઃ મોબાઈલ હવે દરેક વ્યક્તિ પર હાવી થઈ રહ્યો છે. માતા-પિતા ફરિયાદ કરે છે તેમના બાળકો વધારે પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરે છે. જો કે, એ વાત સાચી પણ છે અત્યારે બાળકો પુસ્તકો કરતા વધારે મોબાઈલ લઈને બેઠા હોય છે. આતો થઈ બાળકોની વાત પરંતુ તો મોટા લોકો જ મોબાઈલનો ઉપયોગ વધારે કરતા હોય તો? એમાંય નેતાઓ અને એ પણ ચાલુ વિધાનસભામાં! જી હા આવું જ બન્યું છે ગુજરાત વિધાનસભામાં. વિધાનસભામાં ચાલુ કાર્યવાહી દરમિયાન કેટલાક ધારાસભ્યો ફોનનો ઉપયોગ કરતા હતા જે સ્પીકરને પસંદ ના આવ્યું એટલે ઠપકો આપ્યો છે.
આ પણ વાંચો…અર્જુન મોઢવાડિયાએ બળાપો કાઢ્યોઃ કૉંગ્રેસમાંથી આવેલા બીજા નેતાઓ પણ ખફા
મોબાઈલ વાપરતા ધારાસભ્યોને સ્પીકરે આપી ધમકી
થોડા સમય પહેલા વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મોબાઇલ ફોનને લઈને સ્પીકર શંકર ચૌધરીએ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને અલ્પેશ ઠાકોરને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. પોતાના સમર્થકોના એક જૂથને સાથે લઈને આવેલા અમૃતિયા ગૃહની અંદર ફોટા પાડતા જોવા મળ્યાં હતા. જે હરકત સ્પીકરને ગમી નહોતી. એટલું જ નહીં પરંતુ સ્પીકર શંકર ચૌધરીએ આ ધારાસભ્યોને વિધાનસભામાંથી બહાર કાઢવાની ધમકી આપી હતી. કેટલાક ધારાસભ્યો સદનની ચાલુ કાર્યવાહી દરમિયાન ફોન પણ ઉપાડી લેતા હોય છે.
મંત્રીઓને સદનની કાર્યવાહી કરતા કેન્ડી ક્રશમાં વધારે રસ છે
પ્રશ્ન એ થાય છે કે, ધારાસભ્યોને લોકોએ સત્તા શા માટે આપી છે? શું આ મંત્રીઓ પાસે મહત્વપૂર્ણ કામો માટે સમય છે જ નહીં? એવું લાગી રહ્યું છે કે, આ મંત્રીઓને સદનની કાર્યવાહી કરતા કેન્ડી ક્રશ ગેમ રમવામાં વધારે રસ છે! આવા મંત્રીઓ પાસેથી લોકો શું આશા રાખી શકે? એક સમય હતો જ્યારે નરેન્દ્ર મોદીએ વિધાનસભાની અંદર શૂન્ય નેટવર્ક સુનિશ્ચિત કર્યું હતું, પરંતુ અત્યારે પરિસ્થિતિ વિપરિત બની છે. જેમા કારણે સ્પીકર શંકર ચૌધરી આ ધારાસભ્યો પર બગડ્યા અને સદનની બહાર કાઢી દેવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો…Gujarat માં બાગાયતી પાકોનો વિસ્તાર 10 લાખ હેક્ટરથી વધીને 22 લાખ હેક્ટર થયો
નેતાઓ પર અંકુશ કોણ રાખશે?
મોબાઈલ બાળકો પર હાવી થાય તો માતા-પિતા તેમના પર અંકુશ લગાવી શકે છે પરંતુ જો નેતાઓ પર જ મોબાઈલ હાવી થાય તો તેમના પર કોણ અંકુશ રાખશે? આવા પ્રશ્નો એટલા માટે થઈ રહ્યાં છે કેમ કે, નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓ હવે સદનમાં પણ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યાં છે. સદનમાં કાયદાની વાતો પર ચર્ચા કરવાની હોય છે પરંતુ અહીં તો નેતાઓને માત્ર કેન્ડી ક્રશ રમવામાં જ રસ છે!