ગાંધીનગરટોપ ન્યૂઝ

કલોલના છત્રાલમાં રિક્ષાચાલકે મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ હુમલો, આરોપીની ધરપકડ

ગાંધીનગરઃ ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે કે કેમ? તે એક સવાલ છે. છાશવાર મહિલા સાથે અન્યાય, દુષ્કર્મ અને હત્યાની ઘટના બનતી રહે છે. ફરી એક બીજી ઘટની બની છે જેમાં મહિલા પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો છે. ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં મહિલા હોમગાર્ડ ભાવનાબેન પર એસિડ વડે હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. એક રિક્ષાચાલકે ખાર રાખીને મહિલા હોમગાર્ડ જવાનર પર એસિડ ફેંકી હુમલો કર્યો છે. જેમાં મહિલા હોમગાર્ડ ગંભીર રીતે દાઝી ગઈ છે. ખાસ ખરીને મોઢાના ભાગે મહિલા વધારે દાઝી છે. આ મહિલાને અત્યારે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

હોમગાર્ડે રિક્ષાને સરખી ઊભી રાખવા માટે કહ્યું હતું

આ સમગ્ર ઘટના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં ઓવરબ્રિજ બની હતી. અહીં એક મહિલા હોમગાર્ડ પોતાના ફરજ પર હાજર હતી. જે દરમિયાન એક રિક્ષાચાલક સાથે ટ્રાફિકને બોલાચાલી થઈ હતી. છત્રાલ ઓવરબ્રિજ નીચે રિક્ષાચાલકે રિક્ષાને આડી ઊભી રાખી હતી. જેથી મહિલા હોમગાર્ડે તેને રિક્ષા સરખી ઊભી રાખવા માટે કહ્યું હોવાથી વિવાદ થયો હતો. જો કે, રિક્ષાચાલક વધારે બોલ્યો હોવાથી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

એસિડ હુમલામાં મહિલા હોમગાર્ડ ગંભીર રીતે દાઝી

પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલકને સમજાવીને છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ રિક્ષાચાલકને મનમાં ખાર રહી ગયો હતો. જેથી અડધો કલાક પછી એસિડ લઈને આવ્યો અને મહિલા હોમગાર્ડ પર હુમલો કરી દીધો હતો. મહિલા હોમગાર્ડે ત્યાંથી ભાગ જવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ એસિડ હુમલામાં મહિલા હોમગાર્ડ ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી સત્વરે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આપણ વાંચો:  આત્મહત્યાની ઘટનાઓ સતત વધી! કચ્છમાં આપઘાત અને અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત

પોલીસે રિક્ષાચાલક અશોકભાઈ રાવતની ધરપકડ કરી લીધી

એસિડ હુમલાના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સત્વરે ફરાર રિક્ષાચાલક અશોકભાઈ રમેશભાઈ રાવતની ધરપકડ કરી લીધી છે. કલોલ તાલુકા પોલીસએ આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. આરોપી સામે હવે વિવિધ કમલો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે મહિલા હોમગાર્ડની હાલત સારી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button