ગુજરાતમાં 108 સેવામાં મોટા પાયે ભરતી, ક્યારે છે વોક-ઈન ઈન્ટરવ્યૂ અને કોણ આપી શકશે? | મુંબઈ સમાચાર

ગુજરાતમાં 108 સેવામાં મોટા પાયે ભરતી, ક્યારે છે વોક-ઈન ઈન્ટરવ્યૂ અને કોણ આપી શકશે?

ગાંધીનગર: મેડીકલ ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છુક ગુજરાતના યુવક યુવતીઓ માટે મહત્વના સમાચાર છે, રાજ્યની 108 ઇમરજન્સી સર્વિસના વિવધ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે રાજ્યના વિવિધ શહેરોમાં વોક-ઇન ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા આ ભરતી કરવામાં આવશે. EMRI રાજ્યમાં મેડીકલ ઈમરજન્સી સર્વિસ મેનેજમેન્ટ માટે પીપીપી મોડલ હેઠળ ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. આ એજન્સી ગુજરાતમાં મોબાઇલ હેલ્થ યુનિટ, આરોગ્ય સંજીવની રથ અને ધનવંતરી આરોગ્ય રથ જેવી સર્વિસનું મેનેજ કરે છે.

બહાર પાડવામાં આવેલી ભરતી ઉમેદવારોને સંતોષજનક પગારની નોકરી મેળવવા ઉપરાંત રાજ્યની આરોગ્ય સેવામાં યોગદાન આપીને સમાજની સેવા કરવાની સુવર્ણ તક છે. આ ભરતીની વધુ વિગતો નીચે મુજબ છે:

પદકુલ જગ્યાઓમાસિક પગાર
મેડિકલ ઓફિસરરૂ.31,000
પેરા મેડિકલ સ્ટાફરૂ.15,718
ચાઈલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર116 જગ્યાઓરૂ.15,637
કેસ વર્કર116 જગ્યાઓરૂ.14,975
કાઉન્સિલર33 જગ્યાઓરૂ.16,500

આ શહેરોમાં યોજાશે ઈન્ટરવ્યું:

ભરતી માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને રાજકોટ શહેરોમાં આવેલા 108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે. સમગ્ર રાજ્યના ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઇ શકે છે.

ક્યારે યોજાશે ઈન્ટરવ્યું?

અહેવાલ મુજબ આ ઈન્ટરવ્યું 11મો ઓગસ્ટ 2025 શનિવારના રોજ સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા દરમિયાન યોજાશે.

ઈન્ટરવ્યું પ્રક્રિયા:

આ ભરતી માટે ઓપન વોક-ઇન ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે. ઈન્ટરવ્યું માટે હાજર થનારા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રો, અનુભવના દસ્તાવેજો તથા ઓળખપત્રોની અસલ-નકલ સાથે હાજર રહેવાનું રહેશે અને ઈન્ટરવ્યું દરમિયાન પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશ: 108 એમ્બ્યુલન્સની સેવા ‘સંજીવની’ બની, જાણો A2Z કામગીરી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button