ગુજરાતમાં ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ચણા ખરીદ્યા, 100 કરોડની કરી ચૂકવણી

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના પાકોનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું.
આ વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો પાસેથી 431 કરોડ રૂપિયામાં 76,400 મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 100 રૂપિયાની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે.
આપણ વાંચો: સરહદ પર તણાવ અને ડ્રોન હુમલા વચ્ચે ગુજરાત સરકાર સતર્ક, સરહદી વિસ્તારોમાં સુરક્ષા પગલાની કરી સમીક્ષા
128 કેન્દ્રો પર રાજ્ય સરકાર કરી રહી છે ચણાની ખરીદી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, કુલ 128 કેન્દ્રો પર રાજ્ય સરકાર ચણાની ખરીદી કરી રહી છે. જેમાં સરકાર દ્વારા કુલ 1.14 લાખ જેટલા ખેડૂતોને ચણાની ખરીદી માટે મેસેજ પણ મોકલવામાં આવ્યો છે.
મેસેજ મળતાની સાથે ખેડૂતોએ ચણાના વેચાણ માટે નોંધણી પણ શરૂ કરાવી દીધી છે. અત્યારે સુધીમાં 3.33 લાખ જેટલા ખેડૂતોએ ચણાના વેચાણ માટે નોંધણી કરાવી દીધી છે. સરકારે ટેકાનો ભાવ કેટલો રાખ્યો છે તે જાણવું પણ જરૂરી છે. ભારત સરકારે વર્ષ 2024-25ની આ ઉનાળુ સિઝન દરમિયાન ચણાનો ભાવે પ્રતિ ક્વિન્ટલે 5,650 રૂપિયા જાહેર કર્યો હતો.
આપણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધતા ગુજરાત સરકારે લીધા મોટા નિર્ણયઃ કર્મચારીઓની રજાઓ રદ્દ
21 એપ્રિલથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈ
ભારત સરકાર દર વર્ષે પી.એમ.આશા યોજના હેઠળ ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્ય સરકાર દ્વારા 128 કેન્દ્રો પર 21 એપ્રિલથી 90 દિવસ માટે આ ખરીદી શરૂ કરી દેવામાં આવી છે.
આ વર્ષે ખેડૂતોને ચણાના પાકમાં સારો એવો ફાયદો થયો છે. ખેતીમાં કોઈ આફત આવી નથી એટલા માટે ચણાનો પાક પણ સારો થયો છે. એટલું જ નહીં પરંતુ ટેકાના ભાવ પણ સારા જાહેર થતા ખેડૂતોમાં આનંદ જોવા મળશે.